તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:સુરતમાં બાળકો સાથે ખરાબ કૃત્ય કરનાર વોચમેનને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, પીડિતોને 2-2 લાખ વળતર અપાશે

સુરત2 મહિનો પહેલા
વોચમેને જ બાળકો સાથે ખરાબ કૃત્ય કર્યાની ગંભીર નોંધ લઈ કોર્ટે સજા ફટકારી હતી.
  • વોચમેને બાળકોને મોબાઈલ આપ્યા બાદ ચોરીનો આરોપ મૂકીને હવસ સંતોષી હતી

સુરતના અડાજણ પાલનપુર પાટિયા નજીક સાડા ત્રણ વર્ષ પહેલાં રમતા બાળકો સાથે ખરાબ કૃત્ય કરનારને કોર્ટે આકરી સજા ફટકારી છે. આ કેસમાં પકડાયેલા સોસાયટીના વોચમેનને આજે કોર્ટે આજીવન કેદની સજા ફટકારવાની સાજે પીડિતોને 2-2 લાખ રૂપિયાના વળતર આપવાનો હુકમ પોક્સોની વિશેષ કોર્ટે કર્યો છે. આરોપી બ્રિજેશ ઉમા શંકર તિવારી 2016માં જ વોચમેન તરીકે કામે લાગ્યો હતો. આરોપી બ્રિજેશે રમતા બાળકોને મોબાઈલ ફોન ગીફ્ટમાં આપ્યા બાદ એ જ બાળકો સામે ફોન ચોરીનો આરોપ લગાડી ત્રણેય બાળકો સાથે ખરાબ કામ કર્યા હતાં. જેથી આજે કેસ ચાલી જતાં કોર્ટે સજા ફટકારી હતી.

કોર્ટે ગંભીર નોંધ લઈને આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
કોર્ટે ગંભીર નોંધ લઈને આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.

ડરાવી ધમકાવી ખરાબ કામ કરેલું
અરવિંદ પી. વસોયા (સરકાર તરફે એ.પી.પી.) એ જણાવ્યું હતું કે, આ કામના આરોપીના ભોગ બનનાર 3 સગીર વયના બાળકો જે એપાર્ટમેન્ટમાં રહે છે. ત્યાં આરોપી બ્રિજેશ વોચમેન (ગાર્ડ) તરીકે ફરજ બજાવતો હતો. તે દરમ્યાન આ કામના આરોપીએ ત્રણેય ભોગ બનનાર બાળકો જે સગીર વયના હોવાનું જાણતો હતો.સ્કૂલમાં ત્રણેય સગીર વયના બાળકો અભ્યાસ કરતા હોવાનું જાણતો હોવા છતા અને જ્યારે બાળકો એપાર્ટમેન્ટના પાર્કીંગમાં રમવા આવેલા ત્યારે આરોપીએ તેઓને ધાક-ધમકી આપી, ડરાવી દીધા હતા. ત્યારબાદ મોબાઇલ ચોરીનો ખોટો આરોપી લગાવી બાળકોને ભય બતાવી તેના રૂમ પર બોલાવી ત્રણેય બાળકો સાથે અલગ અલગ સમયે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું. તેમજ જો કોઇને જાણ કરશો તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

બાળકો અસુરક્ષિત થયા હોવાથી કોર્ટે સજા ફટકારી હતી.
બાળકો અસુરક્ષિત થયા હોવાથી કોર્ટે સજા ફટકારી હતી.

રક્ષક જ ભક્ષક બન્યો
ગંભીર પ્રકારનો ગુન્હો આરોપી બ્રિજેશે કર્યો હોવાનો કેસ કોર્ટ ચાલી જતાં સરકાર તરર્ફે એ.પી.પી. અરવિંદ પી. વસોયાની ધારદાર દલીલોમાં જણાવાયુ હતું કે, દિન-પ્રતિદિન આવા બાળકો સાથેના ગુન્હાઓનું પ્રમાણ વધતું જાય છે, અને નાના બાળકો પણ બહાર નીકળતા ડર અનુભવે છે. આ કામના આરોપી સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવવાના બદલે બાળકોને ડરાવી ધમકાવી તેઓની સાથે ગંભીર પ્રકારનો ગુન્હો કર્યો છે અને રક્ષક જ ભક્ષક બન્યો છે. બાળકોના વાલીઓ તેના રક્ષણ માટે તથા બાળકોના ઉજળા ભવિષ્ય માટે એપાર્ટમેન્ટમાં સિક્યોરીટી ગાર્ડ રાખતા હોય છે તેનો ગેરલાભ લઇ, કુમળી વયના ત્રણેય બાળકો સાથે આરોપીએ અવાર-નવાર સૃષ્ટી વિરુધ્ધનું ગુન્હાહિત અધમ કૃત્ય કરેલ છે.

એ.પી.પી. અરવિંદ પી. વસોયાની દલિલોથી આરોપીને સજા મળી હતી.
એ.પી.પી. અરવિંદ પી. વસોયાની દલિલોથી આરોપીને સજા મળી હતી.

કોર્ટે કડક સજા ફટકારી
વકીલે કોર્ટમાં દલિલ કરી કે, સમાજમાં આવા કૃત્યો બનતાં અટકે, સગીર વયના બાળકોનું જીવન સુખમય બને. કોઇપણ જાતના ડર વગર તેઓનું જીવન પસાર થાય અને રોજ-બરોજ બાળકો સાથે આવા બનાવો બનવાનું પ્રમાણ વધી રહ્યુ છે. ઘણી વખત સમાજના ડરના કારણે પણ આવા બનાવો બહાર આવતા નથી. જે તમામ હકિકતો ધ્યાને લઇ તેમજ સમાજનું હિત ધ્યાને લઇ આ કામના આરોપીને સખત સજા કરવા જણાવ્યુ હતું.તમામ હકિકતો ધ્યાને લઇ કોર્ટે આરોપીને જાતીય ગુન્હા અને બાળકોના રક્ષણ અધિનિયમ મુજબ આરોપીને આજીવન કેદની સજા ફરમાવતો હુકમ ફરમાવ્યો છે.સાથે જ ભોગ બનનાર ત્રણેય બાળકોને બે-બે લાખનું વળતર ચુકવવાનો આદેશ પણ કોર્ટે કર્યો છે.