તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:દારૂના કેસમાં પકડાયેલા વોચમેનનું પોલીસના મારથી મોત થયાનો આક્ષેપ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વોચમેનને છોડવા વરાછા પોલીસે 50 હજાર માંગ્યાનો મૃતકના ભત્રીજાનો આક્ષેપ
  • શિવસિંગ તોમરનું બ્રેઇન હેમરેજથી સિવિલમાં સારવાર દરમિયાન મોત

વરાછામાં પોલીસના મારનો ભોગ બનેલ વોચમેનને બ્રેઇન હેમરેજ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક વોચમેનના ભત્રીજાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે પ્રોહિશનનો કેસ કર્યા બાદ તેમને છોડવા માટે 50 હજાર રૂપિયા માંગ્યા હતા. નવાગામનાં મહાદેવનગરમાં રહેતા સતીષ રાજેન્દ્ર તોમરે જણાવ્યું હતું કે,‘ શિવસિંગ કુંવરસિંગ વરાછાના હીરા કારખાનામાં વોચમેન હતા. પહેલી તારીખે શિવસિંગ પર પ્રોહિબિશનનો કેસ થયો હતો.

પોલીસે છોડવાના 50 હજાર માંગ્યા હતા. ત્યાર બાદ પોલીસ કહેતી હતી કે કોર્ટમાંથી છુટશે. જો કોર્ટમાંથી છુટવાના હોય તો રૂપિયા આપવાની જરૂરત શું ? તેથી રૂપિયા આપ્યા નહતા. બીજા દિવસે કોર્ટમાંથી જામીન પર છુટ્યા હતા. શિવસિંગ ૩ જી તારીખે પોલીસ સ્ટેશનમાં જમા ફોન અને 5 હજાર લેવા ગયા હતા. તેઓ ઘરે આવ્યા ત્યારે તેમની સ્થિતિ માર મરાયા જેવી હતી, મોઢા પર સોજો હતો. પહેલાં સિવિલમાં લઈ જતા સારવારમાં ખબર પડી કે તેમને બ્રેઇન હેમરેજ થયું હતું.

સોમવારે સારવાર દમરિયાન મોત નિપજ્યું હતું.‘ મૃતક શિવસિંગના ભત્રીજા સતીષે તોમરે આક્ષેપ લગાવ્યો કે,‘ મારા કાકાને વરાછા પોલીસે માર મારતા તેમનું મોત થયું છે. અમને ન્યાય જોઈએ છે.’ મૃતકનો શિવસિંગ તોમરનો એક દીકરો સેનામાં હાલમાં જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યો છે.જોકે મોતનું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. આ મામલે એ ડિવિઝનના એસીપી સી.કે.પટેલ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...