તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સરથાણામાં દારૂ સાથે પકડાયેલા વોચમેને કહ્યું, ‘મારી પત્ની પણ દારૂ વેચવા નીકળી છે’

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વોચમેનની પત્ની પાસેથી પણ 10 બોટલ દારૂ મળતાં ધરપકડ કરી

સરથાણામાં પોલીસે એક વોચમેનને દારૂની ડિલિવરી કરતા ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં તેની પત્ની પણ દારૂની ડિલિવરી કરતી હોવાનું કહેતા પોલીસે તેની પત્નીને પણ દારૂની 10 બોટલ સાથે ઝડપી છે. સરથાણા પોલીસે રાત્રે 12 વાગ્યે ગઢપુર ત્રણ રસ્તા પાસેથી બાઈક પર પસાર થતા જનકસિંહ ચતુરસિંહ સોલંકી( રહે. નવદુર્ગા સોસાયટી, નાના વરાછા)ને આંતરી તપાસ કરતા તેની પાસેની થેલીમાંથી દારૂની 10 બોટલ મળી હતી. તે વોચમેન તરીકે નોકરી કરે છે. તેની પૂછપરછમાં કબૂલાત કરી કે તેની પત્ની પણ દારૂની ડિલિવરી કરે છે. તે હાલમાં દારૂ લઈને નીકળી છે.

તેથી પોલીસે સવારે 4 વાગ્યેે શક્તિવિજય સોસાયટી પાસે વોચમેન જનકની પત્ની શિલાને પકડી હતી. તેની પાસેથી પણ દારૂની 10 બોટલ મળતા અલગથી ગુનો દાખલ કર્યો હતો. જોકે, સવારે 4 વાગ્યા હોવાથી ધરપકડ ન કરી સવારે બોલાવી હતી. કોરોના રિપોર્ટ બાદ ધરપકડ કરાશે.

અન્ય સમાચારો પણ છે...