તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:સુરતમાં યુવાનને ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો, મૃતકના ભાઈએ કહ્યું- લુખ્ખાઓએ આતંક વધારવા નિર્દોષ ભાઈની હત્યા કરી

સુરત25 દિવસ પહેલા
ઘટના સ્થળે તપાસ કરી રહેલી પોલીસ અને મૃતકની ફાઈલ તસવીર.
  • ભાઈને બચાવવા આવેલા ભાઈને પતાવી દેવાયો

સુરત શહેરના ગોડાદરામાં એક યુવાનને ઢોર માર અને ચપ્પુના ઘા મારી પતાવી દેવાયો હોવાનું બહાર આવ્યું છે. ચોરી, જુગાર અને દારૂના ધંધા સાથે સંકળાયેલા જીતુ અને વિશાલની ગેંગ બે બાઇક ઉપર આવી લાફા મારતા ભાઈને બચાવવા આવતા યુવાનની ઉપર તૂટી પડ્યા હતા. મૃતક કમલેશના ભાઈએ જણાવ્યું હતું કે, સ્થાનિક લુખ્ખાઓએ પોતાનો આતંક વધારવા મારા નિર્દોષ ભાઈની હત્યા કરી છે.

યુવાનને ચપ્પુના ઘા મારી દેવાતા ભાગદોડ મચી
રાહુલ મોહનસિંહ ગીરાશે (મૃતક કમલેશનો ભાઈ) એ જણાવ્યું ગતું કે, ઘટના ગતરોજ મધરાતની હતી. આ વિસ્તારમાં અસામાજિક છબી ધરાવતા જીતુ, વિશાલ અને દાદા સહિત બે બાઇક પર આવેલા ચાર જણા અચાનક મારી ઉપર તૂટી પડ્યા હતા. ત્યારબાદ બચાવવા આવેલા ભાઈ કમલેશને મારવા લાગ્યા હતા. અચાનક ચપ્પુ કાઢી મારી દેતા ભાગદોડ મચી ગઇ હતી. જોકે ભાઈને કોઈ સારવાર મળે એ પહેલાં જ એનું મોત નીપજ્યું હતું.

હત્યાની ઘટનાની પરિવાર અને સોસાયટીના લોકો એકઠાં થઈ ગયા.
હત્યાની ઘટનાની પરિવાર અને સોસાયટીના લોકો એકઠાં થઈ ગયા.

લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી
રાહુલે વધુમાં જણાવ્યું હતું કે, અમે બે ભાઈ અને માતા-પિતા સાથે ઘર નં.141 કૃષ્ણનગર-1 સાંઈ ટ્રસ્ટની બાજુમાં બાબા બૈજનાથ મંદિરની ગલી ગોડાદરામાં રહીએ છીએ. મારો ભાઈ કમલેશ માર્કેટમાં પેકિંગ કામ કરતો હતો. સ્થાનિક લુખ્ખાઓ એ પોતાનો આતંક વધારવા મારા નિર્દોષ ભાઈની હત્યા કરી હોવાનો આરોપ મૂક્યો હતો. હાલ લિંબાયત પોલીસ આખા કેસની તપાસ કરી રહી છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.