તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Tree Was Planted Near Lake Garden In Bhesan Village In Surat In Memory Of The Doctors Who Died During The Corona Period

કોરોના વોરિયરને શ્રદ્ધાંજલિ:સુરતમાં ભેસાણ ગામના લેક ગાર્ડન પાસે કોરોના કાળમાં મૃત્યુ પામેલા ડોક્ટર્સની યાદમાં વૃક્ષારોપણ કરાયું

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક ડોક્ટરોન નામ સાથે વૃક્ષાપોરણ કરાયું. - Divya Bhaskar
મૃતક ડોક્ટરોન નામ સાથે વૃક્ષાપોરણ કરાયું.
  • 500થી વધુ વૃક્ષોનું જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ

IMA સુરત અને FPA સુરત તથા શહેરની અન્ય એન.જી.ઓ એ સાથે મળીને ભેસાણ લેક ગાર્ડન ખાતે એક મેગા ફ્રી પ્લાન્ટેશનનું આયોજન કર્યું હતું. કોરોના કાળ દરમિયાન દર્દીઓની સેવામાં પોતાનો જીવ ગુમાવનાર ડોક્ટરોની યાદમાં પણ અહીં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અહીં લગભગ 500થી વધુ વૃક્ષોનું જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વિવિધ 30થી વધુ જાતોના દેશી વૃક્ષોનું ઘનિષ્ઠ વન બનાવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વૃક્ષોનું જતન કરી ઉછેર કરવાની વ્યવસ્થા ગોઠવવાની પણ જવાબદારી
સુરત મહાનગરપાલિકા દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો. શહેરના પર્યાવરણ પ્રેમી નાગરિકોએ આ પ્રસંગે ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરના કેટલાક ડોક્ટર મિત્રો તથા ભેંસાણ ગામના યુવકોનુ ગ્રુપ બનાવી આજે વાવવામાં આવેલ આ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવાની વ્યવસ્થા ગોઠવવાની પણ જવાબદારી લીધી છે. કોરોના સંક્રમણ કાળ દરમિયાન સૌથી અગત્યની કોઈએ સેવા કરી હોય તો તે ડોક્ટર હતા અને સૌથી વધારે કોઈ બાબત ની જરૂરિયાત પડી હોય તો તે ઓક્સિજન હતી.

500થી વધુ વૃક્ષોનું જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
500થી વધુ વૃક્ષોનું જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

હંમેશાં યાદમાં બની રહે તેવા હતું સાથે ઉમદા કાર્ય
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના તમામ મિત્રોએ પોતાના સાથી મિત્રોને ગુમાવ્યા છે તેમની યાદ હંમેશા તેમના માનસ ઉપર અંકિત થઈ ગઈ છે ત્યારે વૃક્ષ સ્વરૂપે તેઓ હંમેશાં યાદમાં બની રહે તેવા હતું સાથે ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. વૃક્ષોનું જતન કરશો તો આપણું જ પતન થશે એવા નિર્ધાર સાથે સ્વચ્છ હવા અને પ્રકૃતિને લોકો પ્રેમ કરે એવા સંકલ્પ સાથે આ કામ કરવામાં આવ્યું હતું. એકરૂપ કેટલાય વર્ષો સુધી માનવજાતની ઓક્સિજન આપી શકે છે. તેવી સમજ કેળવાય અને યુવાનો તેમજ સામાજિક સંગઠનો પોતાની જવાબદારી સમજીને વધુમાં વધુ ઉપચારો પણ કરે તે દિશામાં પ્રયાસ શરૂ કરાયા છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના તમામ મિત્રોએ પોતાના સાથી મિત્રોને ગુમાવ્યા છે તેમની યાદમાં વૃક્ષારોપણ કર્યું.
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના તમામ મિત્રોએ પોતાના સાથી મિત્રોને ગુમાવ્યા છે તેમની યાદમાં વૃક્ષારોપણ કર્યું.

પર્યાવરણની જાળવણી એ જ મુખ્ય ધ્યેય
ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશે જણાવ્યું કે, ફ્રન્ટલાઈન તરીકે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા જે કામ કરવામાં આવ્યો છે તે ખરેખર કાબિલેદાદ છે. પોતાના જીવની પરવા કર્યા વગર તેઓએ પોતાના જીવ પણ ગુમાવી દીધા છે. એવા અમારા કેટલાય મેડિકલ જગતના સ્વજનોને ગુમાવ્યાનું દુઃખ છે. અમે જે વૃક્ષો વાવ્યા છે તે અમારા સ્વજનોની યાદ કરાવતા રહેશે. પર્યાવરણની જાળવણી એ જ આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ.

વિવિધ 30થી વધુ જાતોના દેશી વૃક્ષોનું ઘનિષ્ઠ વન બનાવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
વિવિધ 30થી વધુ જાતોના દેશી વૃક્ષોનું ઘનિષ્ઠ વન બનાવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.