તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ જ લૂંટી ગઈ:સુરતમાં યુવકને માર મારી અપહરણ કરી લૂંટી લીધો, પોલીસ કર્મી સહિત બે સામે ગુનો નોંધાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી હેડ કોન્સ્ટેબલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
આરોપી હેડ કોન્સ્ટેબલની ફાઈલ તસવીર.
  • દારૂ પીવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી
  • યુવક પાસેથી 30 હજાર રૂપિયા બળજબરીથી પડાવી લીધા

સુરત શહેરના વેસુ હેપ્પીહોલ માર્ક કોમ્પ્લેક્ષના પાર્કિગમાં દારૂ પીવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માર માર્યા બાદ લાલ કલરની સ્વીફ્ટ કારમાં યુવકને ઉપાડી જવાના કેસમાં એક પોલીસ કર્મી સહિત બે સામે અપહરણ અને લૂંટનો ગુનો દાખલ કરાયો છે. ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી સામે એના જ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાતા ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસ કર્મી વિલેશ ફતેસિંહ અણી મંડળીએ યુવકને સ્વીફ્ટ કારમાં બેસાડી રોકડ પાંચ હજાર અને ગુગલ પેથી પચ્ચીસ હજાર મળી 30 હજાર પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ ઉમરા પોલીસે લૂંટ અને અપહરણના ગુનામાં વિલેશ ફતેસિંહની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. કાર પણ કબ્જે કરી છે.

લાલ સ્વિફ્ટ કારમાં યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું.
લાલ સ્વિફ્ટ કારમાં યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું.

કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા
નીરવ સોની (ઝેરોક્ષની દુકાન માલિક) રહે, ભટાર શિવનગર એ જણાવ્યું હતું કે, ગત.તા.3 જુલાઈ શનિવારના રોજ રાત્રિના સમય હું વેસુ હેપ્પી હોલ માસ કોમ્પલેક્ષ ખાતે આવેલા પાનના ગલ્લા ઉપર સિગારેટ પીવા બેસેલો હતો. તે સમયે હે.કોન્સ્ટેબલ વિલેશ ફત્તેસિંહ એક વ્યક્તિને સાથે બેસાડી લાલ કલરની સ્વીફ્ટ કારમાં આવ્યો હતો. ત્યારબાદ અમોને હે.કોન્સ્ટેબલ વિલેશ ફત્તેસિહે તેની સાથેના વ્યક્તિની મદદગારીથી અમને પોતાની કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયો હતો.

આરોપી પોલીસ કર્મી અને તેના સાથીદાર પર અપહરણ અને લૂંટનો ગુનો નોંધાયો.
આરોપી પોલીસ કર્મી અને તેના સાથીદાર પર અપહરણ અને લૂંટનો ગુનો નોંધાયો.

રોકડા 5 હજાર અને ગુગલ પેમાંથી 25 હજારની પડાવ્યા
દારૂ પીવાના કેસમાં જેલમાં મુકી દેવાની ધમકી આપી માર મારી એકાદથી દોઢ કલાક રોડ ઉપર કારમાં ફેરવ્યા હતા. ત્યારબાદ હે.કોન્સ્ટેબલ વિલેશ ફત્તેસિંહે રોકડા રૂપિયા 5000 અને ગુગલ પે એપ્લીકેશન મારફતે રૂપિયા 25 હજારનું ટ્રાન્જેકશન કરાવી કુલ્લે 30 હજાર બળજબરીપૂર્વક પડાવી લીધા હતા. જે બાબતે ઉમરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે હે.કોન્સ્ટેબલ વિલેશ ફત્તેસિંહ અને તેની સાથેના વ્યક્તિ સામે ગુનો અપહરણ અને લૂંટની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.