તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:સુરતના વરાછામાં યુવકની માથામાં સળીયો માર્યા બાદ ટુવાલ વડે ગળે ટુંપો આપી ઘાતકી હત્યા

સુરત22 દિવસ પહેલા
લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી.
  • પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ કમલપાર્ક સોસાયટીમાં ગતરોજ મોડીરાત્રે એક યુવકની ઘાતકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવકની માથામાં સળીયા માર્યા બાદ ટુવાલ વડે તેને ગળે ટુંપો આપી ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

પોલીસને મૃતકનું માત્ર નામ જ મળ્યું
બનાવની જાણ થતા વરાછા પીઆઇ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ હત્યા કોને અને શા માટે કરી તે હજુ સુધી પોલીસને જાણવા મળ્યું નથી. હાલ તો પોલીસને મૃતકનું માત્ર નામ જ મળ્યું છે તેનાથી વધુ કોઈ માહિતી મેળવી શકી નથી. વરાછા પોલીસે આ મામલે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લોહીલુહાણ હાલતમાં લાશ મળી
વરાછાના કમલપાર્ક સોસાયટીમાં ખાતા નંબર 154ની સામે આવેલ બંસીકાકાના ડેલામાં મોડીરાત્રે એક યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હોવાનો કોલ પોલીસ કંટ્રોલમાં પહોંચ્યો હતો. જેથી વરાછા પીઆઇ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તપાસ કરતા મૃતકનું નામ નયન ઉર્ફે નવીન બચુભાઈ જોશી હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો.

યુવકને માથામાં સળીયો મારી લોહીલુહાણ કરી દીધો હતો
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા કોઈ અજાણ્યા ઈસમે નયન ઉર્ફે નવીનને માથામાં સળીયો મારી લોહીલુહાણ કરી દીધો હતો. જોકે ત્યારબાદ ટુવાલ વડે તેને ગળે ટુંપો આપી તેની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી.

મૃતદેહના માથામાં ઈજાના નિશાન મળી આવ્યા.
મૃતદેહના માથામાં ઈજાના નિશાન મળી આવ્યા.

યુવાનની હત્યાનું કારણ અકબંધ
હત્યાના બનાવને પગલે વરાછા પોલીસે મૃતક યુવક અંગે વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો પોલીસને માત્ર મૃતકનું નામ નયન ઉર્ફે બચુભાઈ હોવાનું માલુમ પડ્યું છે અને તે કોઈ કામધંધો ન કરતો હોવાનું જાણવા મળ્યું છે. નયનની હત્યા કોણે અને શા માટે કરી તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી.

અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધાયો
પોલીસે હત્યારાઓને પકડી પાડવા માટે વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે હાલમાં તો ઈશ્વરકૃપા સોસાયટી પાસે ટાગોર કોલોનીમાં રહેતા પ્રકાશભાઈ પાસાભાઇ કાતરિયાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.