કોરોના કાળમાં પડી ભાંગેલા ધંધા રોજગારને ફરીથી એક ઉડાન અપાવવા ‘બિઝ એક્સો’ નું પુણા કેનાલ રોડ સ્થિત હેવન પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. લોકલ વોકલ ફાઉન્ડેશન દ્વારા આ બિઝનેસ એક્સો પોનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાયેલા 60 સ્ટોલની લગભગ પાંચ હજાર લોકોએ મુલાકાત લીધી હતી. એક્સ પો દરમિયાન કોરોના વોરિયર્સના પણ સન્માન કરવામાં આવ્યાં હતાં.
ધંધા રોજગાર પાટે ચડાવવા પ્રયાસ
આકાશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, લોકલ વોકલ ગૃપના 500થી વધુ અલગ અલગ ક્ષેત્રના લોકો દ્વારા કોરોનાની કઠિન પરિસ્થતિમાંથી મુક્ત થઇને ફરીથી લોકોને માનસિક હુંફ મળે તે માટે તેમજ ફરીથી ધંધો રોજગાર ધમધમતા થાય તે હેતુથી આ બિઝનેસ એકેસ પોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે લોકલ પ્રોડ્કટને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમાં અમે પણ એક વધુ પહેલ કરી છે.
ટ્રેનિંગ પણ અપાય છે
‘લોકલ વોકલ ફાઉન્ડેશન’ કે સર્વ જ્ઞાતિના યુવા વર્ગને તાલીમ આપી તેમને રોજગાર મળે તેમજ બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા લોકોને આ સંસ્થાના નેજા હેઠળ જરૂરી માગદર્શન આપવામાં આવશે. આ સંસ્થા સાત લક્ષ્ય બિંદુઓ પર કામ કરશે. જેમાં યુવાન યુવતિમાં રહેલ સ્કીલ નો વધુમાં વધુ વિકાસ કરવો, 11 હજાર બિઝનેસને અનુરૂપ પુસ્તકો ધરાવતી બિઝનેસ લાઇબ્રેરી બનાવી, યુવાનોને વધુમાં વધુ મદદરૂપ થવાના હેતુથી યુવા કૌશલ્ય સેન્ટરનું નિર્માણ, બિઝનેસ સ્ટાર્ટઅપ કરતા તમામ યુવાનોને સ્પોર્ટ અને ગાઇડન્સ પુરું પાડવું, યુવા સર્જન મેગેઝીન ની ત્રિ-માસિક આવૃતિઓ બહાર પાડવી, ઝીરો ટુ હીરો બનેલ યુવાનોનું એવોર્ડ દ્વારા સન્માન કરવું અને 11 હજારથી વધુ યુવાવર્ગને લોકલ વોકલ ફાઉન્ડેશન સાથે જોડવા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.