સુરત પોલીસ વધુ આધુનિક:975 બોડી વોર્ન કેમેરા ફાળવાયા, કેમેરાની ઉપયોગિતાના હેતુસર તાલીમનું આયોજન

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાઇવ ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું. - Divya Bhaskar
લાઇવ ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું.
  • 884 બોડી-2 ટાઇપ કેમેરા અને 91 બોડી-3 ટાઇપ કેમેરાનો સમાવેશ

સુરત પોલીસ વધુ આધુનિક બનાવવા જઇ રહી છે. શહેર પોલીસ વધુમાં વધુ આધુનિકતાથી જોડાઈને કામગીરીને વધુ સચોટ અને પ્રામાણિક બનાવે તે હેતુથી બોડી વોર્ન કેમેરાથી સુરત પોલીસ સજ્જ થઈ રહી છે. જે બોડી વોર્ન કેમેરાની ઉપયોગિતાના હેતુસર તાલીમનું આયોજન કરવામાં આવેલ જે તાલીમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ડીસીપી એસીપી, તમામ પો.સ્ટે.ના થાણા અમલદારો, તમામ પો.સ્ટે., ટ્રાફિક તથા અન્ય શાખાના કુલ 250 પોલીસ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરાના ઓપરેટીંગ તથા ટેકનિકલ તાલીમ એક્ષન કંપનીના એક્સપર્ટ દ્વારા ત્રણ સેશનમાં આપવામાં આવી હતી. જેમાં બોડી વોર્ન કેમેરાના એક્સપર્ટ જકશીભાઈ ભરવાડ અને તેમની ટીમ દ્વારા બોડી વોર્ન કેમેરાને ઓપરેટર કરવા, તેનું બેક-અપ લેવું, કેમેરા ચાર્જિંગ કરવા, કેમેરામાં વિવિધ ફંક્શન દરમિયાન કેમેરા દ્વારા આપવામાં આવતા સંકેતો બાબતે તાલીમ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા.

3 કેમેરાનું લાઇવ પ્રસારણ ગાંધીનગર ખાતેના કંટ્રોલરૂમમાં
આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ ટ્રાફિક નિયમન વખતે તથા પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ વખતે, પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટીગેશનમાં તથા રેડ દરમિયાન અને સભા સરઘસોમાં આ કેમેરા કઇ રીતે ઉપયોગી નીવડશે તે અંગેની તાલીમ આપવામાં આવેલ તથા લાઇવ ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. આ બોડી વોર્ન કેમેરા પોલીસને એક્ટીવ અને સજાગતાથી પોતાની ફરજો બજાવવામાં મદદરૂપ થશે તથા પોલીસનું પ્રજા તરફનું વર્તન અને પ્રજાનું પોલીસ તરફના વર્તનમાં અને ઘર્ષણોમાં પણ આ બોડી વોર્ન કેમેરાની અસરકારક ભુમિકા રહેશે. આ બોડી વોર્ન કેમેરાનું મોનિટરીંગ સતત જે તે પોલીસ સ્ટેશન અને ટ્રાફિક બ્રાંચની તમામ રીજિયન કચેરી તરફથી કરવામાં આવશે તેમજ એક્ષન 3 કેમેરાનું લાઇવ પ્રસારણ ગાંધીનગર ખાતેના કંટ્રોલરૂમમાં જોઇ શકાશે. આજરોજ લાઇવ કેમેરાનો ઉપયોગ ડેમો પુરતો કરવામાં આવશે, ત્યારબાદ આ બોડી વોર્ન કેમેરાને “GO Live” કરી અસરકારક કામગીરી ચાલુ કરવામાં આવશે.

પુરાવા માટે આ કેમેરા સૌથી વધુ મજબૂત અને વિશ્વસનીય
પોલીસ કમિશનર અજય તોમર જણાવ્યું કે આ કેમેરા લાગવાથી પોલીસના અને પ્રજાના વર્તનમાં નોંધનીય ફેરફાર થશે. આ કેમેરા સીધા ગાંધીનગરથી કનેક્ટ હશે. પુરાવા માટે આ સૌથી વધુ મજબૂત અને વિશ્વસનીય છે. માત્ર ટ્રાફિક માટે જ નહીં પરંતુ પોલીસને અન્ય કામગીરીમાં પણ ખૂબ જ મહત્વની ભૂમિકા કેમેરા આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...