સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગ માટે સરકાર દ્વારા ચાલુ વર્ષમાં રૂ.25 કરોડની ગ્રાન્ટ મંજુર કરાઈ છે. અંદાજે રૂ.400 કરોડના ખર્ચે સિવિલમાં જુના બિલ્ડીંગની જગ્યાએ નવું ઓપીડી અને વોર્ડ બિલ્ડીંગ તેમજ નર્સિંગ કોલેજના નવા બિલ્ડીંગના નિર્માણનું આયોજન કરાઈ રહ્યું છે. નજીકના દિવસોમાં નવુ બિલ્ડીંગની કામગીરી શરૂ કરાઈ તેવી શક્યતા છે.
નવી સિવિલ હોસ્પિટલના જુના જર્જરીત બિલ્ડીંગના રોજ બરોજ કાંગરા ખરી રહ્યા છે. વોર્ડ બિલ્ડીંગમાં સ્લેબના પોપડા ખરી પડવાની ઘટના સામાન્ય બની છે. જર્જરીત બિલ્ડીંગના કારણે એક લીફ્ટ કાયમ માટે બંધ કરી દેવી પડી છે. ત્યારે જુના બિલ્ડીંગને ઉતારીને તેની જગ્યાએ નવું બિલ્ડીંગ બનાવવુ જરૂરી થયું છે. તે માટે સરકાર દ્વારા આયોજન શરૂ કરાયું છે.
સિવિલ હોસ્પિટલનું નવું ઓપીડી અને વોર્ડ બિલ્ડીંગ તેમજ નર્સિંગ કોલેજનું નવું બિલ્ડીંગ બનાવવા 400 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. હવે જુના બિલ્ડીંગમાં કાર્યરત વોર્ડને કિડની બિલ્ડીંગ અથવા અન્યત્ર શીફ્ટ કરી નવા બિલ્ડીંગનું કામ શરૂ કરાશે.
કિડની બિલ્ડીંગમાં ઓપરેશન થિયેટર ન હોવાથી દર્દીઓને મુશ્કેલી પડી શકે તેમ છે
જુના બિલ્ડીંગમાં હાલમાં સર્જરી,ગાયનેક સહિતના વિભાગના વોર્ડ ચાલુ છે. કિડની બિલ્ડીંગમાં ઓપરેશન થિયેટર ન હોવાથી દર્દીને તકલીફ ન પડે તે માટે સર્જરી વિભાગના વોર્ડ કિડની બિલ્ડીંગમાં શીફ્ટ કરાયા નથી. નવા બિલ્ડીંગના કામ માટે કિડની બિલ્ડીંગમાં ઓપરેશન થિયેટરની કામ કરાવવી જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.