તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:વોર્ડ નં. 6 કતારગામમાં લોકોએ પ્રશ્નોની ઝડી વરસાવતાં ભાજપ ઉમેદવારોએ ચાલતી પકડી

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
સવાલોની ઝડી વરસાવતા લોકો. - Divya Bhaskar
સવાલોની ઝડી વરસાવતા લોકો.
 • શિવછાયામાં પ્રચારમાં ઉમેદવારોને જવાબ આપવો ભારે પડ્યો

વોર્ડ નં.6 કતારગામમાં શિવછાયામાં ઉમેદવારો જયશ્રી વરિયા, દક્ષેશકુમાર માવાણી, ઘનશ્યામ સવાણી, સોનલ દેસાઇ તથા અગ્રણી સુંદરલાલ સરતાનપરા સહિતના હાજર હતાં અને ઉમેદવારોની પ્રચાર સભા હતી. ત્યારે સ્થાનિક જાગૃત નાગરિકે માઇક લઈ ને સીધા સવાલો શરૂ કરી દીધા હતાં.

એક વીડિયોમાં સીધા સવાલો કરાયા હતાં કે, તમારા મેનીફેસ્ટો શું છે ?, તમે અમારી સોસાયટીને અમોને શું વાયદો કરો છો? , કોર્પોરેટરની કામગીરી શું આવે છે તે પણ અમને જણાવવું પડશે, કોર્પોરેટર બની ગયા પછી કેટલું કામ આવે અને શું કરશો તે પણ જણાવશો? ચાર માંથી કોણ જવાબ આપશે તેમ કહી જવાબની માંગણી કરાઇ હતી તેથી આખરે જાહેરમાં અમને આવા પ્રશ્નો નહી કરવા..તેમ જણાવી ઉમેદવારોએ ચાલતી પકડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો