બરવાળા લઠ્ઠાકાંડનો વિરોધ:યુથ કોંગ્રેસ દ્વારા ગૃહ રાજ્યમંત્રીના પૂતળા દહનનો પ્રયાસ, પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત

સુરત14 દિવસ પહેલા
લઠ્ઠાકાંડને લઈને યુથ કોંગ્રેસ દ્વારા ગૃહરાજ્યમંત્રીના પૂતળા દહનનો પ્રયાસ કરાયો.

બરવાળા લઠ્ઠાકાંડને લઈને યુથ કોંગ્રેસ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સુરત ખાતે આવેલી ગુહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસની બહાર યુથ કોંગ્રેસ દ્વારા પૂતળા દહન કરવા માટેનો પ્રયાસ કરાયો હતો. જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાના કારણે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પૂતળું દહન કરી શક્યા ન હતા. લઠ્ઠાકાંડને લઈને યુથ કોંગ્રેસ દ્વારા શું આ છે ગૃહમંત્રીની કાળી કમાણીનો સ્ત્રોત? ના પ્લેકાર્ડ સાથે વિરોધ કરાયો હતો.

પહેલા જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની સુરત ઓફિસની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા સેવા સદનની બહાર પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ રજૂઆત કરવા આવી શકે તેવી વાતને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ત્યાં પણ ગોઠવી દેવાયો હતો. જોકે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હર્ષ સંઘવીની ઓફિસની બહાર આવીને પૂતળા દહનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી
​​​​​​​યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પૂતળાનું દહન કરે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે સૂત્રોચાર કરીને હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી છે. લઠ્ઠાકાંડને કારણે હવે રાજનીતિ પણ કરવામાં આવી રહી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. યુથ કોંગ્રેસ દ્વારા પૂતળું બાળવા ખૂબ મહેનત કરાય પરંતુ પોલીસ તેમને સફળ થવા દીધા ન હતા.

અન્ય સમાચારો પણ છે...