તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાવાયરસની ગંભીરતા વિશે ન જાણતા હોવ તો લટાર મારવા સુરતની સ્મિમેર કે સિવિલ હોસ્પિટલ અથવા તો અશ્વિનીકુમાર સ્મશાનમાં એક રાઉન્ડ ચોક્કસ મારવો જોઈએ. માત્ર સુરતમાં આજે કોરોના સંક્રમણના કેસો અને એનો મૃત્યુદર એટલો વધી ગયો છે કે સ્મશાનગૃહમાં સુરત પાલિકાએ ડેડબોડી મૂકવા શેડ બનાવવા પડ્યા છે, જેમાં 22 મૃતદેહો પડ્યા છે અને બીજા બે-બે કલાકના વેઈટિંગમાં છે. એટલું જ નહીં, પણ મેડિકલ અને પેરામેડિકલનો સ્ટાફ ખડેપગે કામ કરવા મજબૂર બન્યો છે.
કોરોનામાં સપડાતા લોકોની સખ્યામાં કોઈ ઘટાડો નહીં
એક હકીકત તો એવી પણ કહી શકાય કે આજે નવી કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ઊભી થી રહેલી હોસ્પિટલ માટે વર્ગ-4 અને ડોક્ટરોની અછત વર્તાય રહી છે, ક્યાંય મળી નથી રહ્યા, ભલે રાજ્ય સરકારની બેદરકારી કહો કે લોકોની લાપરવાહી, પણ કોરોનામાં સપડાતા લોકોની સખ્યામાં કોઈ ઘટાડો જોવા મળી નથી રહ્યો.
સરકારને સહકાર આપવા અપીલ
બસ, હવે તો એટલું જ કહેવું પડે કે આપણી જ નહીં, આપણા પરિવારની જીવનદોરીની ગાંઠ આપણા જ હાથમાં છે. જો કોરોના સંક્રમણથી બચવું હોય તો એકમાત્ર ઉપાય એ જ છે કે કામ વગર બહાર ન નીકળો અને કોરોના સંક્રમણ કહો કે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે કામ કરતા સરકારી અને સ્વયંસેવકોને સહકાર આપો, લોકોની જાગૃતિ જ આ બીમારીનો એકમાત્ર ઉપાય કહી શકાય છે.
તંત્ર આંકડાઓ છુપાવી રહ્યું છે, પણ સ્માશનની હાલત જુઠ્ઠું ન બોલે
સુરત શહેરની અંદર ગયા વર્ષે જે સ્થિતિ હતી એના કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ સર્જાય છે. વહીવટી તંત્ર ભલે ખૂલીને કોઈ વાત ન કરતું હોય, પરંતુ સુરત શહેરની અંદરનો મૃત્યુઆંક ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલની અંદર જ આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય તો શહેરની અન્ય ખાનગી હોસ્પિટલની સ્થિતિ શું હશે એ આપણે આંકડાઓ પરથી સમજી શકીએ છીએ. સ્મશાનમાં પણ મૃતદેહોના કારણે વેઈટિંગ ચાલી રહ્યું છે.
કોરોના સંક્રમિતો મોટા સંખ્યામાં સુરત આવ્યા
સુરત સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રના દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી નોંધનીય વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રની અંદર કોરોના સંક્રમણના વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા નવાપુર અને નંદુરબાર જિલ્લાની સ્થિતિ ખૂબ જ ભયંકર થઈ છે. નંદુરબાર જિલ્લામાંથી દર્દીઓ સતત સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યા છે. સમગ્ર નંદુરબાર શહેરમાં વેન્ટિલેટરની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી ત્યાં દર્દીઓને સારવાર મળતી નથી. મહારાષ્ટ્ર સરકાર સદંતર નિષ્ફળ પુરવાર થઇ રહી છે. ગુજરાતને અડીને આવેલા નવાપુર અને નંદુરબાર તરફથી કોરોના સંક્રમિત દર્દીઓ મોટા પ્રમાણમાં ગુજરાતમાં આવી રહ્યા છે, જેને કારણે પણ શહેરની સ્થિતિ પર એની અસર વર્તાઈ રહી છે.
તંત્ર મોતના આંકડા છુપાવે છે
સુરતમાં કોરોનાને કારણે મોતના આંકમાં વધારો થયો છે. આ સાથે સ્મશાનોમાં બેથી વધુ કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. જોકે તંત્ર દ્વારા મોતના આંકડા છુપાવીને લોકો સમક્ષ સંપૂર્ણ ગંભીર સ્થિતિ લાવી રહ્યા નથી. એક દિવસમાં 60થી વધુ કોરોના પ્રોટોકોલથી મૃતેદહોના અંતિમસંસ્કાર થાય છે, જોકે સાંજે પાલિકા દ્વારા માત્ર સાતથી આઠ દર્દીનાં જ કોરોનાથી મોત થયાં હોવાનું જાહેર કરવામાં આવે છે.
વેન્ટિલેટર્સ કચરાની ગાડીમાં લવાયાં
રાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ, ગત રોજ વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મિમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર્સ મોકલવામાં આવ્યાં હતાં. સુરત મનપા તરફથી વેન્ટિલેટર લેવા માટે જે વાહન મોકલવામાં આવ્યું હતું એને લઈ સવાલો ઊઠ્યા છે. મનપામાં કચરો ઉપાડવા માટે જે ટેમ્પોનો ઉપયોગ કરવામા આવે છે એ ટેમ્પો વેન્ટિલેટર લેવા માટે મોકલ્યો હતો. આ ટેમ્પોમાં જ વેન્ટિલેટરને પેક કર્યાં વગર જ સુરત રવાના કરવામાં આવ્યાં હતાં.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.