તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી રંગોળી:દિવાળી પર આકર્ષણ જમાવવા માગો છો, સુરતી મહિલા પાસેથી શીખો પાણીની અંદર અને પાણી પર તરતી રંગોળી

સુરત6 મહિનો પહેલા
સુરતના હેમંતી બેન જરદોષે પાણની અંદર અને પાણી પર તરતી રંગોળી બનાવી. - Divya Bhaskar
સુરતના હેમંતી બેન જરદોષે પાણની અંદર અને પાણી પર તરતી રંગોળી બનાવી.
  • હેમંતી જરદોષ નામની મહિલાએ પોતાની કલાનો ઉપયોગ કરીને પાણીની અંદર અને પાણી પર તરતી રંગોળી બનાવી

દિવાળીને લઈને સુરતવાસીઓએ તૈયારીઓ કરી લીધી છે. ત્યારે દિવાળી પર આકર્ષણ જમાવવા માટે આજે તમને પાણીની અંદર અને પાણી પર તરતી રંગોળી અંગે માહિતગાર કરી રહ્યા છીએ. સુરત શહેરના હેમંતી જરદોષ નામની મહિલાએ પોતાની કલાનો ઉપયોગ કરીને પાણીની અંદર અને પાણી પર તરતી રંગોળી બનાવી છે. આ સાથે તેની બનાવવાની રીત પણ જણાવી છે.

ડિશ પર એક પડ બનાવ્યા બાદ તેના પર રંગોળી બનાવી પાણી નાખવાથી અંડર વોટર રંગોળી તૈયાર થશે
ડિશ પર એક પડ બનાવ્યા બાદ તેના પર રંગોળી બનાવી પાણી નાખવાથી અંડર વોટર રંગોળી તૈયાર થશે

દર વર્ષે અલગ રંગોળી બનાવે છે
રંગોળી કલાકાર હેમંતી ચંદ્રેશ જરદોષે જણાવ્યું કે, હું દરવર્ષે અલગ અલગ કોન્સેપ્ટ સાથે રંગોળી બનાવું છું. આ વર્ષે પાણીની અંદર અને પાણીમાં તરતી રંગોળી પણ બનાવી છે. આ સાથે લીલા શાકભાજીમાંથી રંગોળી તૈયાર કરી છે. કોરોના કાળમાં લીલા શાકભાજી ખાઈને ઈમ્યુનિટી પણ વધારવાનું મહત્વ હોવાથી શાકભાજીમાંથી રંગોળી પણ બનાવી છે. પાણી પર તરતી અને પાણીની અંદરની રંગોળીઓમાં ચાર્લી ચેપલીન, 3ડી મહિલા અને સૌથી વધારે આકર્ષણ પાડતી શ્રીનાથજીની વોટર રંગોળી જે પેઇન્ટિંગ જેવી લાગે છે તે બનાવી છે.

અંડર વોટર રંગોળીમાં કરોઠીના રંગનો ઉપયોગ કરવાનો રહે છે.
અંડર વોટર રંગોળીમાં કરોઠીના રંગનો ઉપયોગ કરવાનો રહે છે.

પાણીની અંદર રંગોળી બનાવવાની રીત
સ્ટીલ અથવા કાચની ડીશ લો તેમાં નીચે દિવેલ અથવા તેલ લગાવો અથવા તેલનો સ્પ્રે કરી પાતળું પડ બનાવો. જેવી રીતે જમીન ઉપર રંગોળીની ડિઝાઇન બનાવીએ તેવી રીતે જ તેલના પડ પર કરોઠીના રંગથી ડિઝાઇન બનાવો. આ રંગોળીને 15થી 20 અથવા 30થી 40 મિનિટ રહેવા દો. જેથી કરોઠીના રંગો તેલ સાથે સરખી રીતે ચોંટી જાય. હવે સાઈડ ઉપરથી ધીરે ધીરે પાણી ઉમેરો. પાણીની અંદરની રંગોળી તૈયાર થઈ જશે.

સુરતની મહિલા દરવર્ષે અલગ અલગ કોન્સેપ્ટ સાથે રંગોળી બનાવે છે.
સુરતની મહિલા દરવર્ષે અલગ અલગ કોન્સેપ્ટ સાથે રંગોળી બનાવે છે.

પાણીની સપાટી ઉપર રંગોળી બનાવવાની રીત
એક લિટર પાણીમાં દસ ચમચી મીઠું નાખો અને બરાબર ઓગાળો પાણીને કાચના બાઉલમાં ભરી દો. હવે તેના ઉપર ટેલ્કમ પાવડર ચાળણી અથવા ગલણીથી હળવા હાથે છાંટો. પાવડરનું એક પાતળું પડ બનાવો હવે તેના ઉપર કરોઠીના રંગ વડે મનગમતી રંગોળી બનાવો. આ રંગોળીને ઘરમાં ટિપોઈ ઉપર કે ટેબલ પર રાખી શકાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે, કેટલીક વોટર રંગોળીઓ તો 4થી 5 વર્ષ સુધી પર જો કાળજી લઈ રાખીએ તો એજ રીતની આકર્ષણ પાડતી રંગોળી રહી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો