લાગણી દુભાતા કામગીરી:સુરતમાં નહેરોમાં વિસર્જનની મનાઈ હોવા છતાં ગણેશજીની રઝળતી મૂર્તિઓ મળી, હજાર પ્રતિમાઓને દરિયામાં પુનઃવિસર્જીત કરાઈ

સુરત2 મહિનો પહેલા
નહેરોમાંથી વિસર્જીત ન થયેલી અને રઝળતી મૂર્તિઓને એકત્ર કરીને પુનઃવિસર્જીત કરાઈ હતી.
  • પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ હોવા છતાં લોકોએ સ્થાપ્ના કરી હતી

સુરતમાં અનંત ચૌદશના રોજ શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ઘણા લોકોએ નહેર સહિતની અવાવરૂ જગ્યાએ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. જેથી લોકોની લાગભી દુભાઈ તેમ પ્રતિમાઓ મળી આવી હતી. આથી સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી POP ની બનેલી ગણેશજીની 1000થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી.

લોકોએ લાગણી દુભાઈ તે રીતે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું.
લોકોએ લાગણી દુભાઈ તે રીતે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું.

પુનઃવિસર્જન કરાયું
મનપાએ કુત્રિમ તળાવો પણ બનાવ્યા હતા. પરંતુ સુરતમાં કેટલીક મૂર્તિઓનું નહેરમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક રક્ષા સમિતિના નેજા હેઠળ સુરતની ડીંડોલી, ચલથાણ જેવા અલગ અલગ વિસ્તારોમાં આવેલ નહેરમાંથી અર્ધવિસર્જિત રઝળતી પીઓપીની બનેલી ગણેશજીની 1000થી વધુ પ્રતિમાઓને બહાર કાઢી હજીરા ખાતે દરિયામાં પુનઃવિસર્જન કરવામાં આવી હતી. આ કાર્યમાં ઉધના પાંડેસરના સાંસ્કૃતિક રક્ષા સમિતિના 100થી વધુ સ્વયંસેવકોએ સેવા આપી હતી.

સ્વયંસેવકો દ્વારા મૂર્તિઓને એકઠી કરવામાં આવી હતી.
સ્વયંસેવકો દ્વારા મૂર્તિઓને એકઠી કરવામાં આવી હતી.

પ્રતિબંધ છતાં પીઓપીની પ્રતિમા સ્થાપિત થઈ
સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી અમારી સંસ્થા દ્વારા નહેરોમાંથી POP ની અર્ધવીસર્જિત રઝળતી અસંખ્ય મૂર્તિઓ કાઢતા આવ્યા છે. અને લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની મૂર્તિ સ્થાપના કરવા જાગૃત કરતા આવ્યા છે. આજે પણ નહેરમાંથી ગણેશજીની મૂર્તિઓ રઝળતી હાલતમાં મળી આવી હતી. 10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી-દેવતાની પ્રતિમાઓને આ રીતે ગંદા પાણીમાં વિસર્જન કરવું દુઃખદ છે. સંસ્કૃતિ ની રક્ષા માટે સંસ્થા દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથા પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારના રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે. આ કાર્યમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ, વીર સેના ગ્રુપ તેમજ અન્ય સંગઠનો ના સહભાગથી કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.