તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:માસ્ક વિના ફરતા સુરતના મેયર વાહનચાલકોને પૂછે છે ‘ગાડીમાં કેટલા ભર્યા છે, સાઇડમાં મુકાવી દઇશ’

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બુધવારે મેયર હેમાલી બોઘાવાલા માસ્ક વિના બહાર ફરતા લોકોને સલાહ આપવા નિકળી પડ્યા. - Divya Bhaskar
બુધવારે મેયર હેમાલી બોઘાવાલા માસ્ક વિના બહાર ફરતા લોકોને સલાહ આપવા નિકળી પડ્યા.
  • સુરતથી 20 કિમી દુર ભાટિયા ટોલનાકે મેયર મધરાતે નિયમો તપાસવા નીકળ્યા

સુરતથી 20 કિલોમીટર દૂર આવેલા ભાટીયા ટોલનાકે બુધવારે રાત્રે 10 વાગ્યાથી મેયર હેમાલી બોઘાવાલાએ હાઇ-વે પર નીકળતા વાહનોને રોક્યા હતા. પોલીસની જેમ રોફ બતાવી ગાડીમાં કેટલા ભર્યા છે? ક્યા ગયા હતા? સાઇડમાં મુકાવી દઇશ જેવી પૂછપરછ કરી હતી.

શહેરમાં માસ્ક વિના ફરતા મેયર પોતાના શહેરની હદ નહીં હોવા છતા હાઇવે પર જઇ લોકોને અટકાવી પૂછપરછ કરતા વિવાદ થયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં ખુદ મેયર બોઘાવાલાએ સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્કના નિયમોનું પાલન કર્યું નથી ત્યારે તેઓ લોકોને નિયમો સમજાવતા જોવા મળ્યા હતા.

હેમાલી બોઘાવાલા પ્રથમ દિવસથી જ વિવિધ કાર્યક્રમોમાં માસ્ક વિના જોવા મળ્યાં
હેમાલી બોઘાવાલા પ્રથમ દિવસથી જ વિવિધ કાર્યક્રમોમાં માસ્ક વિના જોવા મળ્યાં

મેયરપદે નિયુક્તિ થયા બાદ હેમાલી બોઘાવાલા પ્રથમ દિવસથી જ વિવિધ કાર્યક્રમોમાં માસ્ક વિના ટોળા લઇને ફરતા જોવા મળી રહ્યા છે. લોકો માટે બધુ જ બંધ કરાવ્યું છે છતા મેયર પોતાના સન્માન માટેની કોઇપણ ક્ષણ ચૂકતા નથી.

અઠવામાં કોરોનાના સૌથી વધુ 87, રાંદેરમાં 52 કેસ, 8 દિવસમાં લિંબાયતમાં 12 ગણા કેસ વધ્યા
સુરત શહેરમાં એક જ દિવસમાં રેકર્ડબ્રેક 315 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અઠવામાં 87 જ્યારે રાંદેરમાં 52 કેસ નોંધાયા છે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે છેલ્લા 8 દિવસમાં લિંબાયત ઝોનમાં 12 ગણા કેસ વધ્યા છે.જ્યારે વરાછા ઝોન બીમાં 10 ગણા કેસ વધ્યા છે. અઠવામાં પણ સૌથી વધુ કેસ સિટીલાઇટ, પનાસ, વેસુ અને ભટારમાં નોંધાયા છે.

ખાસ કરીને ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકો સૌથી વધુ પોઝિટિવ મળી રહ્યા છે. જ્યારે ટેક્સટાઇલ માર્કેટમાં પણ પોઝિટિવ લોકોનું પ્રમાણ વધુ આવે છે. સ્મિમેર હોસ્પિટલમાં ઓપીડીમાં 10થી 15 પોઝિટિવ કેસ મળતા હતા તેને બદલે બુધવારે એક જ દિવસમાં 158 કેસ પોઝિટિવ મળ્યા છે. જેના 10 ટકા દર્દીને દાખલ કરાયા છે. સિવિલમાં પણ 97 દર્દીઓને દાખલ કરાયા છે. હાલમાં 43 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 130 દર્દીઓ ઓક્સિજન પર છે. કુલ 1562 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 221 દર્દીઓ દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...