તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ:કાચા લાઇસન્સ માટે 21 હજાર લોકોનું વેઇટિંગ, પાકું આવતા 5 માસ લાગશે

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાને લીધે દોઢ માસથી કામગીરી બંધ હતી, એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરાઈ
  • ભારણ વધ્યું પણ માંડ 10-10 એપોઇન્ટમેન્ટ જ વધતા સમસ્યા ઉકેલાતા વાર લાગશે

કોરોનાને કારણે બંધ પડેલું લર્નિંગ લાઇસન્સનું કામ દોઢ મહિના બાદ ફરી શરૂ થયું છે. દોઢ મહિનામાં અપોઇન્ટમેન્ટ લીધા બાદ એક્ઝામ ન આપી શકેલા અંદાજે 21,600 અરજદારોની અપોઇન્ટમેન્ટ રી-શિડ્યુલ કરાઈ છે. જોકે, પાકું લાઇસન્સ આવતા 5 માસ લાગશે. સુરત આરટીઓ હેઠળ કુલ 4 આઇટીઆઇ અને 2 પોલિટેક્નિક કોલેજો મળી રોજની 480 અપોઇન્ટમેન્ટ અપાય છે.

આઈટીઆઈ કોલેજોમાં રોજની 96 અને પોલિટેક્નિક કોલેજોમાં રોજની 48 અપોઇમેન્ટ અપાય છે. જો કે દોઢ મહિનામાં એક્ઝામથી વંચિત રહેનારને વધારાના અરજદાર ગણી કોલેજ દીઠ રોજના મહત્તમ 20 અરજદારોની અપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરવામાં આવી છે. આરટીઓએ જૂના કાચા લાઇસન્સના અરજદારોનો સમાવેશ કરવા કોલેજોમાં 10-10 અપોઇન્ટમેન્ટ વધારી છે.

એક કલાકમાં મહત્તમ 12 અરજદારોની એક્ઝામ લઈ શકાય
સુરત આરટીઓ હેઠળની 5 કોલેજોમાં કલાક દીઠ 12 કોમ્પ્યુટર એક્ઝામ લેવામાં આવી રહી છે.5 મિનિટમાં એક અરજદારની એક્ઝામ પુરી થાય છે. કોલેજોમાં એક્ઝામનું કામકાજ સવારે 9થી 1 અને બપોરે 1:30થી 5:30 સુધી થાય છે. મહત્તમ 96 અરજદારોની એક્ઝામ લઈ શકાય એટલી ક્ષમતા કોલેજ દીઠ છે. એમાં પણ પોલિટેક્નિક કોલેજમાં રોજની ફક્ત 48 અપોઇન્ટમેન્ટ જ આપવામાં આવે છે. આમ રોજના 480 અરજદારોનો જ સમાવેશ થઇ શકે છે. આરટીઓ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે રોજના 700થી વધુ અરજદારો અપોઇન્ટમેન્ટ લેવા માટે પ્રયાસ કરતા હોય છે જેની સામે અપોઇન્ટમેન્ટની મહત્તમ સંખ્યા 480 જ હોવાને લીધે રોજે રોજ પેન્ડિંગ અરજદારો વધતા જાય છે.

એપ્રિલમાં અરજી કરનારને ઓક્ટોબરમાં લાઈસન્સ મળી શકે
એપ્રિલ મહિનામાં લર્નિંગ લાઇસન્સ માટે ઓનલાઇન અરજી કરનારને જો 1 જૂને કોમ્પ્યુટર એક્ઝામ માટેની અપોઇન્ટમેન્ટ મળી જાય અને કોમ્પ્યુટર એક્ઝામ પાસ કરી લે તો અરજદાર ઓછામાં ઓછા 1 મહિના બાદ જ પાકા લાઇસન્સ માટે અરજી કરી શકે છે. આ અરજી પર અઢી મહિના બાદની ડ્રાઇવિંગ ટેસ્ટની અપોઇન્ટમેન્ટ મળે છે. એટલે કે 1 જુલાઈના દિવસે અરજી કરનારને ઓક્ટોબરના અંત સુધીમાં લાઇસન્સ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...