IDFC બેંકના રિકવરી એજન્સીના સંચાલકે તેના કર્મચારી સાથે મળી લોનધારકને ડરાવી રૂપિયાની ઉઘરાણી કરવા લોક અદાલતની બોગસ નોટીસ સોસીયલ મીડિયા પર મોકલતો હતો. જેમાં ઉમરા પોલીસે રિકવરી એજન્ટ નિમેષ ઉર્ફે નીમુ બલીરામ ભોલે(33) (રહે,વેડરોડ)ની ધરપકડ કરી છે.
નિમેષ ભોલે એજન્સીના સંચાલક જતીન પટેલ સાથે મળીને બોગસ નોટીસ બનાવી હોવાની વાત પોલીસ તપાસમાં બહાર આવી છે. નિમેષ જતીનની ઓફિસમાં રિકવરી એજન્ટ તરીકે નોકરી કરતો અને ટીમ લીડર હતો. આ પહેલા પોલીસે IDFC બેંકના રિકવરી એજન્સીના હેડ જતીન પટેલની ધરપકડ કરી હતી.
નાનપુરા ઓફિસ ચલાવતા પાર્થ ફાઇનાન્સિયલ સર્વીસીસના હેડ જતીન ભગુ પટેલે અમરોલીમાં રહેતા ધર્મેશભાઈ વડોદરીયાને લોક અદાલત ચોર્યાસી કાનૂની સેવા સમિતિ સુરતના નામે બોગસ નોટીસ સોશિયલ મીડિયા પર મોકલતો હતો.
નોટીસમાં લોનની પેનલ્ટી સાથેની બાકી રકમ 14,761.91 લખી હતી. એટલું જ નહી નોટીસ મળ્યે એક દિવસમાં બેંકની બાકી નીકળતી રકમ જમા નહી કરાવશો તો સામાવાળા વિરુધ્ધ ચેક બાઉન્સનો અને છેતરપિડીનો ગુનો દાખલ કરવાની ચીમકી આપી હતી. બોગસ નોટીસ લઈ લોનધારક કોર્ટમાં પહોંચી જતા એજન્સીના સંચાલક અને કર્મીનો ભાંડો ફૂટ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.