અંગદાન:વ્યારાની બ્રેઈનડેડ 36 વર્ષીય મહિલાનાં અગોનું દાન કરાયું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાનથી પાંચ વ્યક્તિને નવજીવન મળ્યું

વ્યારાની બ્રેઈનડેડ 36 વર્ષીય મહિલાના અંગોનું પરિવારે દાન કરી 5 વ્યક્તિને નવ જીવન મળ્યું છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વ્યારા કરુણાસાગર મંદિર પાસે, જુના ઢોડિયાવાડ ખાતે રહેતા હીનાબેન રસીલભાઈ ચૌધરી(36)ના પતિ સુમુલ ડેરી સંચાલિત સુમુલ સખી ડેરી ફાર્મ ભાનાવાડી ખાતે એનિમલ એટેન્ડન્ટ તરીકે કામ કરે છે. હીનાબેનને 11 એપ્રિલના રોજ મળસ્કે 3 કલાકે ખેંચ અને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવતા પરિવારજનોએ તેમને વ્યારા જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સીટી સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું.

12 એપ્રિલે કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ હીનાબેનને બ્રેનડેડ જાહેર કર્યા હતા. પરિવારની સંમતીથી સોટોને જાણ કરાઈ હતી બાદમાં કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પિટલને ફાળવ્યા હતા. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 41 વર્ષીય યુવકમાં ડો.રવિ મોહન્કા અને તેમની ટીમ દ્વારા અને 2 કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 23 વર્ષીય યુવકમાં તેમજ બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 50 વર્ષીય આધેડમાં ડૉ.કલ્પેશ ગોહિલ, ડૉ.જીજ્ઞેશ ઘેવારીયા અને તેમની ટીમ દ્વારા કિરણ હોસ્પિટલમાં કરાયું છે.

બંને ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ 50 અને 54 વર્ષીય મહિલામાં ડૉ.સંકેત શાહ અને તેમની ટીમ દ્વારા કિરણ હોસ્પિટલમાં કરાશે. કિરણ હોસ્પિટલમાં કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ શરૂ થતા સુરત અને દ. ગુજરાતના દર્દીને લાભ થયો છે.

અન્ય સમાચારો પણ છે...