તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ITની કાર્યવાહી:સુરતના બિલ્ડર રાજેશ પોદ્દારના લોકરમાંથી મળેલી 8.67 કેરેટની સવા કરોડની હીરાની વીટી સિઝ

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
 • કુબેરજી ડેવલપર્સ દરોડા કેસમાં લોકર ઓપરેટ કરવાની કાર્યવાહી પૂર્ણ થઇ
 • ડાયમંડના સવા કરોડના બે ઇયરિંગ સહિત કુલ 9 કરોડની જવેલરી મળી હતી

ગત ફેબ્રુઆરીમાં આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા કુબેરજી ગ્રુપ સહિતના 20 બિલ્ડરો-દલાલો-કોન્ટ્રાકટરોને ત્યાં હાથ ધરાયેલા દરોડાની લોકર ચેક કરવાની કામગીરી આજે પૂર્ણ થઈ હતી. જેમાં બિલ્ડર રાજેશ પોદ્દારને ત્યાંથી સાડા ત્રણ કરોડની ડાયમંડ જ્વેલરી મળી હતી. જેમાં એક વીટીમાં 8.67 કેરેટનો એક ડાયમંડ હતો જેની આઇટીએ લગાવેલી કિંમત સવા કરોડ હતી, જ્યારે ડાયમંડના 2 ઇયરિંગ પણ સિઝ કરાયા હતા જેની કિંમત સવા કરોડની હતી. ડાયમંડ જવેલરીના વેલ્યુએશન માટે આઇટી વેલ્યુઅરને બોલાવ્યો હતો.

ફેબ્રુઆરીમાં ITના દરોડામાં બિલ્ડરોને ત્યાંથી ઢગલાબંધ દસ્તાવેજ જપ્ત કરાયા હતા. સાથે બિલ્ડરોના બેન્ક લોકર પણ સિઝ કરાયા હતા. કોરોનાના લીધે બંધ કરાયેલી કાર્યવાહી સપ્ટેમ્બર બાદથી શરૂ કરાઇ હતી. રાજેશ પોદ્દારના 3થી 4 લોકર ઓપરેટ કરાયા હતા જેમાં એક લોકરમાંથી પહેલાં 74 લાખની જ્વેલરી સિઝ કરાઈ હતી. જ્યારે કેટલાંક બિલ બાબતે અધિકારીઓને શંકા જતાં આ દાગીના જ્યાંથી લીધા હતા તેવા 4 જ્વેલર્સને ત્યાં પણ તપાસ કરાઈ હતી. અધિકારીઓને શંકા હતી કે જે બિલ રજૂ કરાયા તે દરોડા બાદ ઊભા કરાયા હતા.

ડાયમંડના વેલ્યુએશનમાં ફરક
હાલ જે બે લોકર ઓપરેટ કરાયા છે તેમાંથી સવા કરોડની ડાયમંડની વીટી કે જેમાં 8.67 કેરેટનો હીરો છે તે મળી આવ્યો હતો. સવા કરોડના જ ઇયરિંગ મળ્યા હતા. જે પણ ડાયમંડના હતા. ડિપાર્ટમેન્ટ દ્વારા જે વેલ્યુએશન કરવામાં આવ્યુ હતુ તે અને બિલ્ડર દ્વારા જે કરાયુ હતુ તેમાં ફરક આવ્યો હતો. આઇટી સૂત્રો કહે છે કે ડાયમંડ જ્વેલરીના જે બિલ રજૂ કરાયા તે બીજા હતા, આથી તે સ્વીકારયા નહીં. ઉપરાંત બિલ્ડર જે વેલ્યુએશન બતાવતા હતા તે પણ સ્વીકારાયુ નહતુ. બિલ્ડરે 40 લાખના ડાયમંડ બતાવ્યા હતા. નોંધનીય છે કે લોકરમાંથી કુલ નવ કરોડની જવેલરી મળી આવી હતી અલબત્ત, અડધી ઉપર ચોપડે બતાવવામાં આવી હોય બધી જ સિઝ કરાઈ નહતી.

બિલ્ડરોના સ્ટેટમેન્ટ પણ અંતિમ તબક્કામાં
દરોડા બાદ મોટાભાગના બિલ્ડરો અને બ્રોકરોના સ્ટેટમેન્ટ લેવાયા છે કોરોના બાદ આ કામગીરી પણ અટકી ગઈ હતી, હવે એક બિલ્ડરનું જ સ્ટેટમેન્ટ બાકી રહ્યુ છે જે આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે એમ અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો