તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:આજ સાંજથી જાહેર પ્રચાર બંધ, કોરોનાને કારણે આ વખતે મતદાન સ્લીપ મતદારોને મળશે નહીં

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક

આજે સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણીના ધમધમાટ થંભી જશે. 21 ફેબ્રુઆરીએ સુરતમાં 3185 મતદાન મથકો પર મતદાન યોજાશે જે પૈકીના 3185 મતદાન મથકોમાંથી 295 મતદાન મથકોને અતિસંવેદનશીલ અને 1227 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. બીજી તરફ કોરોનાને કારણે આ વખતે મતદાન સ્લીપ પણ મતદારોને મળશે નહીં. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ મહેશ જોશીએ કહ્યું કે મતદારોને પોતાના મતદાન મથક અને બૂથ નંબરની માહિતી મળી રહે તે માટે ટેક્નોલોજીનો આધાર લઇને ચૂંટણી આયોગની વેબસાઇટ પર મતદાર પોતાનું નામ કે મતદાર ઓળખકાર્ડ નંબર એન્ટર કરીને મતદાન મથકની માહિતી મેળવી શકશે.

કોવિડ પોઝિટિવ PPE પહેરી વોટ આપી શકશે
કોવિડ પોઝિટિવ દર્દીઓ ચૂંટણી અધિકારીને એક દિવસ પહેલા જાણ કરી મત આપી શકે છે. શંકાસ્પદ કોરોનાના દર્દીએ બે દિવસ પહેલા આર.ટી.સી.પી.આર ટેસ્ટ કરાવીને તેનો રિપોર્ટ નોડલ ઓફિસરને કરવાનો રહેશે. તેમણે સ્વખર્ચે પોતાના માસ્ક, ફેસશીલ્ડ અને પ્લાસ્ટિક ગ્લોવ્ઝ પહેરીને મતદાન કરવાનું રહેશે. તો કોવિડના દર્દીએ સ્વખર્ચે એમબીબીએસ કે સરકારી તબીબ પાસેથી તેઓ સ્વસ્થ છે અને મતદાન કરી શકે છે તેવું પ્રમાણપત્ર મેળવી એમ્બયુલન્સ કે ખાનગી વાહનામાં આવવાનું રહેશે.

6 માર્ચ સુધી શસ્ત્રોના ઉપયોગ પર પ્રતિબંધ
શહેરમાં શાંતિ અને સલામતીનો માહોલ જળવાઇ રહે તે માટે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જાહેરનામું બહાર પાડી શહેરમાં 20 ફેબ્રુ.થી 06 માર્ચ સુધી હથિયારબંધી જાહેર કરી છે. જાહેરનામા મુજબ કોઇ પણ વ્યક્તિએ શસ્ત્રો, દંડા, તલવાર, ખંજર, સોટા, ધોકા, બંદૂક, છરા, લાકડા કે લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડે તેવા સાધનો સાથે લઇ જવા નહી. આ ઉપરાંત કોઇ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખવા નહીં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો