તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેયર સાંભળો!:ભાજપને વોટ આપીને ભૂલ કરી, હવે વોટની ભીખ માગવા ન આવતા, સુરતમાં મેયરના વોર્ડમાં જ ભાજપવિરોધી બેનર

સુરત3 મહિનો પહેલા
અડાજણના હિમગિરિ સોસાયટીના રહીશોનો વિરોધ.
  • 25 વર્ષથી ભાજપના પડખે ઊભા રહ્યા ને સોસાયટીના રસ્તા પણ ન બન્યા

ભાજપવિરોધી સૂર સમગ્ર સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે. સત્તાધીશો તેમજ અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે, એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ચોમાસું શરૂ થઈ ગયું છે ત્યારે લોકોના પ્રશ્નોના નિકાલમાં કંઈપણ ન હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું દેખાઈ રહ્યું છે. વિશેષ કરીને જ્યારે શહેરના મેયરના અડાજણ વોર્ડમાં જ લોકો વિકાસનાં કામોથી વંચિત રહી જતા હોય તો અન્ય વોર્ડમાં કયા પ્રકારની સ્થિતિ હશે એ સમજી શકાય છે. એને લઈને ભાજપવિરોધી બેનર લાગ્યાં છે, જેમાં 25 વર્ષથી ભાજપને વોટ આપીને ભૂલ કરી, હવે વોટની ભીખ માગવા ના આવતા હોવાનું લખ્યું છે.

લોકોએ પોતાની વ્યથા બેનર થકી દર્શાવી
મેયર હેમાલી બોઘાવાલાના વોર્ડમાં જ લોકોએ ભાજપ પક્ષની કામગીરીને લઇને પોતાની વ્યથા બેનર થકી દર્શાવી છે. અડાજણ વિસ્તારની હિમગિરિ સોસાયટીના લોકોએ બેનરમાં ભાજપને વોટ આપીને ભૂલ કરી હોવાનાં લખાણો લખ્યાં છે. 25 વર્ષથી કોઈપણ સ્વાર્થ વગર ભાજપના પડખે ઊભા રહીને તેમને સત્તા પર આરૂઢ કરવામાં હિમગિરિ સોસાયટીના લોકોએ યોગદાન આપ્યું છે.

સોસાયટીના રસ્તાની હાલત ખખડધજ.
સોસાયટીના રસ્તાની હાલત ખખડધજ.

વિકાસકામોનાં વચનો ઠાલાં નીકળ્યાનો આક્ષેપ
વોટ સમયે ભાજપના નેતાઓ વારંવાર તેમની સોસાયટીઓમાં આવીને ભાજપતરફી વોટ કરવા માટે સમજાવે છે અને વચન આપે છે. તેમના શાસનમાં વિકાસકામોને લઈને કોઈપણ પ્રકારની કસર રહેશે નહીં, પરંતુ આજે સ્થાનિક હિમગિરિ સોસાયટીના લોકોએ બેનરો લગાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

રસ્તા પર ખાડાઓની ભરમાર.
રસ્તા પર ખાડાઓની ભરમાર.

સોસાયટીના રસ્તાઓનું કામ થયું નથી હિમગિરિ સોસાયટીના લોકો બેનરમાં લખ્યું છે કે 25 વર્ષથી અમારી સોસાયટીના રસ્તાઓનું કામ થયું નથી. વારંવાર સોસાયટીના પ્રમુખ બદલાતા રહે છે. તેમના દ્વારા છેલ્લાં 15 વર્ષથી દરેક પ્રમુખ દ્વારા કોર્પોરેશનના અધિકારીઓને રસ્તા બાબતે ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પંદર વર્ષ સુધી એકપણ નેતાએ અધિકારીઓ સાથે મળીને આ વિસ્તારનું કામ પૂર્ણ કર્યું નથી.

હિમગિરિ સોસાયટીના ગેટ પર જ બેનર લગાવી દેવાયું.
હિમગિરિ સોસાયટીના ગેટ પર જ બેનર લગાવી દેવાયું.

મેયરના વોર્ડમાં આ પ્રકારની સ્થિતિ હોય તો બીજામાં તો શું સ્થિતિ હશે
બેનરોમાં સ્પષ્ટ લખ્યું છે કે ભાજપના નેતાઓએ અમારી પાસે વોટની ભીખ માગવા આવવું નહીં, જે તેમના માટે ખરેખર શરમજનક બાબત છે અને એ પણ વિશેષ કરીને મેયરના વોર્ડમાં જો આ પ્રકારની સ્થિતિ હોય તો સત્તાપક્ષનું સ્પષ્ટ થઈ જાય છે.