તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા:આજે મતદારો ઘર બેઠા ચૂંટણી કાર્ડની ભુલોમાં સુધારો કરી શકશે

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • www.nvsp.in ઉપર મતદાર માહિતી ચકાસી શકશે

ભારતના ચૂંટણીપંચે ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ પહેલી જાન્યુઆરી, 2020ની લાયકાતની તારીખથી 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો માટે આગામી 15 ડિસેમ્બર સુધીમાં મતદાર નોંધણી અધિકારી પાસે નામોની પોતાના મતદારયાદીમાં નવા નામોની નોંધણી, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિ વિગતો સુધારવા માટે સંબધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી કે મદદનીશ મતદાર નોંધણી અધિકારી કે પછી બુથ ઓફિસરોને હક્ક દાવાઓ રજુ કરી શકશે.

આજે એટલે કે, રવિવારે ખાસ ઝુંબેશના દિવસે સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી નજીકના મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસર દ્વારા હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત આગામી 29 નવેમ્બર તથા 6 અને 13 ડિસેમ્બરના રવિવારે પણ ઝુંબેશ હાથ ધરાશે. મતદારોમાં નામ દાખલ, કમી કે વિગતોમાં સુધારા માટેના ઓનલાઈન માધ્યમોમાં દ્વારા પણ કરી શકાશે.

મતદારો www.nvsp.in માં મતદારયાદીમાં નામ છે કે નહીં તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરવામાં આવશે. વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ્લિકેશન પરથી મતદારયાદીમાં નામ છે કે નહીં તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરી શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો