ચૂંટણી:શહેર-ગ્રામ્ય સાથે જોડાયેલા 4 બેઠકના મતદારો સરખા પરંતુ ગ્રામ્યમાં બુથ વધુ

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ચારેય બેઠકો પર મતદાન માટે 1750 મતદાન કેન્દ્ર
  • ચોર્યાસી, ઓલપાડ,કામરેજ -બારડોલીમાં કુલ 18 લાખથી મતદારો​​​​​​​​​​​​​​

સુરત શહેર અને જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં ચોર્યાસી , ઓલપાડ, કામરેજ અને બારડોલીનો વિધાનસભા વિસ્તાર શહેર અને ગ્રામ્ય વિસ્તારના મતદારોનું સમન્વય છે. જેથી આ ચારેય બેઠકો પર ગ્રામ્ય અને શહેરી મતદારો નિર્ણાયક બને તેમ હોય લોકોની ખાસ નજર રહેશે.

આ ચારેય બેઠકોના મતદાન મથકોની વાત કરીએ તો ચોર્યાસી, ઓલપાડ, કામરેજ અને બારડોલી વિધાનસભાનો ઘણોખરો વિસ્તાર શહેરમાં આવેલો છે. ઓલપાડમાં કુલ 4,54,838 મતદારો મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચે 439 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકીના 213 મતદાન મથકો શહેરી વિસ્તારમાં જ્યારે 226 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. જ્યારો સુરત જિલ્લાની સૌથી મોટી વિધાનસભા ગણાતી ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં કુલ 5,65,111 મતદારો છે. આ મતદારો માટે 526 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જે પૈકીના 459 મથકો શહેરમાં અને 67 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે.

કામરેજ વિધાનસભા વિસ્તારમાં વરાછા સરસાણાનો કેટલોક વિસ્તાર આવે છે. આ વિધાનસભામાં કુલ 5,46,360 મતદારો માટે 518 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જે પૈકીના 302 મથકો શહેર જ્યારે 216 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. તેવી જ રીતે બારડોલી વિધાનસભામાં પણ શહેરનો કેટલોક વિસ્તાર આવેલો છે. આ બેઠક પર 2,69,451 મતદારો છે. આ મતદારો માટે 267 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જેમાંથી 56 મથકો શહેરી વિસ્તારમાં આવેલા છે.અત્રે ઉલ્લેખનિય છેકે, આ વિધાનસભા વિસ્તારમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના મતદારો હોય ત્યારે બેઠકો માટે મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારના મતદારો નિર્ણાયક બનશે.

અન્ય સમાચારો પણ છે...