અવેરનેસ:સુરતમાં મતદાન જાગૃતિ અભિયાન, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કંપાઉન્ડમાં રંગોળી સ્પર્ધા યોજાઈ

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિના કામે લગાવવા માટે અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. - Divya Bhaskar
વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિના કામે લગાવવા માટે અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
  • શાળાના વિદ્યાર્થીઓએ નૈતિક ફરજ સમજી મતદાન કરવા અપીલ કરી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં યોજાનાર છે તે અગાઉ જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કંપાઉન્ડમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અનેક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ નૈતિક મતદાન કરવા લોકોને અપીલ કરી હતી.

લોકોમાં મતદાનને લઈને જાગૃતિ ફેલાવવાના હેતુ સર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું છે.
લોકોમાં મતદાનને લઈને જાગૃતિ ફેલાવવાના હેતુ સર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું છે.

સ્પર્ધાનું આયોજન કરાશે
મતદાનને લાગતી વિવિધ રંગોળી ઓ જોઈ અધિકારીઓમાં પણ ઉત્સાહ દેખાયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી હરેશ રાજગુરુએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની રંગોળી લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસો કરી રહ્યાં છે.આગામી દિવસોમાં લગભગ તમામ શાળાઓમાં આવી રંગોળી, ચિત્ર, નિબંધ, અને વકૃતવ સ્પર્ધા યોજી લોકોમાં મતદાનને લઈ જાગૃતતા લાવવાનો પ્રયાસ કરીશું.

વિજેતાને ઈનામ અપાશે
રંગોળી સહિતના સ્પર્ધાઓ શાળા કક્ષાએથી યોજવાથી વિદ્યાર્થીઓમાં મતદાનને લઈને પરિવારને પણ જાગૃત કરી શકે છે. જેથી આવનારા દિવસોમાં આ સ્પર્ધાથી જાગૃતિ દરેક ઘર સુધી પહોંચાડવા પ્રયાસ કરાશે. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ને ઇનામ અને ટ્રોફી આપી સન્માનિત કરાશે.