પોલિટિકલ:‘મત આપી ઉપકાર કર્યો નથી’વાળો ઓડિયો બનાવટી : કુમાર કાનાણી

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાયરલ થયેલા ઓડિયો બાબતે પૂર્વ મંત્રીનો ખુલાસો
  • ‘હું મારા મતદારો વિશે આવું કયારેય ન બોલી શકું’

આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સુરતમાં ખૂબ જ સક્રિયતાથી પ્રચાર કરી રહી છે. સુરતની વરાછા બેઠક પર ભાજપના તરફથી કુમાર કાનાણી, આમ આદમી તરફથી અલ્પેશ કથીરિયા, જ્યારે કોંગ્રેસ તરફથી પ્રફુલ તોગડિયા ઉમેદવાર છે. ’તમે મત આપીને ઉપકાર નથી કર્યો’, એવા વાયરલ થયેલા ઓડિયો બાબતે કહ્યું હતુ કે હું મતદારોના સમર્થનના કારણે જ કોર્પોરેટર, ડેપ્યુટી મેયર, ધારાસભ્ય બન્યો. હું મતદારો વિશે આવું ક્યારેય ન બોલી શકું. જે ઓડિયો મારા નામે ફરે છે એ બનાવટી હશે. 2017માં પણ પાટીદાર અનામત આંદોલનની અસર હતી.

પણ આ વખતે પાછલી બે ટર્મની ચૂંટણી કરતા માહોલ ઘણો સારો છે.હું તો ગુજરાતનો રાજ્યકક્ષાનો મંત્રી હતો. બધી જગ્યાએ વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ગયું હતું, છતાં અમે બનતાં પ્રયાસો કર્યા. જો એ લોકો ઈન્જેક્શન ન આપી શક્યો, એવો આરોપ લગાવતા હોય તો દિલ્લીમાં તો આમ આદમી પાર્ટીની જ સરકાર હતી. ત્યાં પણ ઓક્સિજન નહોતું મળતું, ત્યાં પણ એ લોકો વ્યવસ્થા નહોતી કરી શક્યા.અલ્પેશ પાટીદાર ચહેરો હતો હવે આમ આદમી પાર્ટીનો ચહેરો છે. એટલે લોકોએ નક્કી કરવાનું છે કે શું કરવું.હું હંમેશા વરાછાની જનતા માટે તંત્ર સામે લડતો રહ્યો છું.

અલ્પેશ કથિરિયા સાથેનો ફોટો પણ વાઇરલ
કુમાર કાનાણી સાથેનો અલ્પેશનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં અલ્પેશ કુમાર કાનાણીની બાજુમાં ઉભેલો દેખાય રહ્યો છે. આ મામલે કાનાણીએ જણાવ્યું હતું કે અલ્પેશનું પણ વિદ્યાર્થી જીવન હતું. એક જ વિસ્તારમાં રહીએ છીએ એટલે સ્વાભાવિક છે કે ક્યાંકને ક્યાંક ક્યારેક મળ્યા હોઈશું. પણ ફોટો ક્યારનો છે એનો મને કોઈ ખ્યાલ નથી.
​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...