તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:મોરબીના વાંકાનેરના ચંદ્રપુર પાસેથી VNSGUની BSc નર્સિંગની 25 ઉત્તરવહીઓ કચરાના ઢગલામાં રઝળતી મળી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઉત્તરવહી કચરાના ઠગલામાંથી મળી છે. જેની યુનિવર્સિટીએ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ સોમવારે મોરબી વાંકાનેરના ચંદ્રપુર ગામ નજીક હાઇવે પર કચરાના ઢગલામાં હોટલના સંચાલકને 25 જેટલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઉત્તરવહી મળી હતી. જેથી તેણે સોશિયલ મીડિયાથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, શિક્ષણ વિભાગ સહિતના તંત્રને ફરિયાદ કરી હતી. આ ઉત્તરવહી બેચલર ઓફ સાયન્સના નર્સિંગ કોર્સની હતી. તે સાથે ઉત્તરવહી વર્ષ 2019ના ઓગસ્ટ મહિનાની હતી. ઉત્તરવહી પર એસ. એસ. અગ્રવાલ અને કિરણ નર્સિંગ કોલેજ પણ લખાયું હતું. આમ, આ ઉત્તરવહી મળતા જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તાકિદે તપાસ હાથ ધરી છે.

બે વર્ષ જૂની ઉત્તરવહી હાલમાં જ પસ્તીમાં આપી હતી
અમે હાલમાં જ ઉત્તરવહી પસ્તીમાં આપી હતી. ઉત્તરવહીના જે ફોટા અમને મળ્યા છે તે ફોટાથી પ્રાથમિક તપાસ કરતા જણાયું છે કે તે બે વર્ષ જૂની છે. જોકે, અમે પસ્તીનો કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે, તેને ફોટો મોકલીને સમગ્ર બાબતનો ખુલાસો પુછ્યો છે. આ ઉત્તરવહીથી કોઈ પણ વિદ્યાર્થીને ભાવિમાં કોઈ પણ પ્રકારનું નુકશાન થશે નહીં. અમારી તપાસ ચાલે છે. - અરવિંદ ધડૂક, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર, વીએનએસજીયુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો