તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:VNSGU: BA અને MAમાં હવે ઇન્ટર્નશિપ દાખલ કરશે

સુરત19 દિવસ પહેલા
 • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી બેચલર ઓફ આર્ટ્સ અને માસ્ટર ઓફ આર્ટ્સમાં ઇન્ટર્નશિપ દાખલ કરનારી છે. આમ, ઇન્ટર્નશિપ દાખલ થયા બાદ વિદ્યાર્થીઓને રોજગારી મેળવવામાં સરળતા રહેશે.યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીની ઓનલાઇન બેઠક મળી હતી. જેમાં આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડો. હેમાલી દેસાઇએ વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ રોજગારી મેળવવામાં તકલીફો પડતી બાબતો પર ચર્ચા કરાય હતી. દરમિયાન ચર્ચાના અંતે બેચલર ઓફ આર્ટ્સ અને માસ્ટર ઓફ આર્ટ્સમાં ઇંટર્નશિપ દાખલ કરવાનો નિર્ણય કરાયો હતો.

જે નિર્ણય લેવાયા બાદ તરત જ ડીન ડો. હેમાલી દેસાઇએ આર્ટ્સ ફેકલ્ટીના બધા જ વિષયોના બોર્ડના ચેરમેનોને તાકિદે કમિટી બનાવીને તેનો રિપોર્ટ આગામી દિવસમાં મળનારી ફેકલ્ટીની બેઠકમાં સબમીટ કરવાનો આદેશ કર્યો હતો. આ સાથે વીએનએસજીયુ અને જીયુના બેચલર ઓફ આર્ટ્સ અને માસ્ટર ઓફ આર્ટ્સના કેટલાક વિષયને પગલે વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવામાં તકલીફ પડતી હોય છે. જેથી તેની પર પણ ચર્ચા કરાયા બાદ તેમાં પણ કમિટી બનાવાઈ છે. ઉપરાંત બેઠકમાં બેચલર ઓફ આર્ટ્સ અને માસ્ટર ઓફ આર્ટ્સમાં સ્વયંમ પોર્ટલથી ઓનલાઇન અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પણ પરિણામમાં લાભ મળે તે માટે પણ કમિટી બનાવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો