તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • VNSGU Will Decide The Use Of 3500 Schools For The Examination, The Syndicate Meeting Of The University Dt. See You On June 21st

આયોજન:VNSGU પરીક્ષા માટે 3500 સ્કૂલના ઉપયોગનો નિર્ણય લેશે, યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠક તા. 21 મી જૂને મળશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • શાળાની કમ્પ્યુટર લેબ અને સ્ટાફની મદદ પણ લેવાશે

વીર નર્મદ યુનિવર્સિટીની પ્રવેશ, પરીક્ષા અને પરિણામની કાર્યવાહીમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતની 3500 શાળાનો ઉપયોગ કરવો કે નહીં? તેનો નિર્ણય 21 જૂનની સિન્ડિકેટમાં લેવાશે. યુનિવર્સિટીમાં પ્રવેશ, પરીક્ષા અને પરિણામની કાર્યવાહી સરળ કરવા સિન્ડિકેટ સભ્ય ડો. કશ્યપ ખરચિયાએ કુલપતિ ડો. ચાવડાને રજૂઆત કરી હતી.

યુનિવર્સિટીના સૂત્રો કહ્યું હતું કે, પ્રવેશ માટે શાળાની કમ્પ્યુટર લેબ અને નોન-ટિચિંગ સ્ટાફની મદદ લેવાશે અને તેમને વળતર પણ અપાશે. એ જ રીતે પરીક્ષા અને પરિણામ માટે શાળાના બિલ્ડિંગ અને ટિચિંગ સ્ટાફની મદદ લેવાશે અને તેમને પણ વળતર ચૂકવશે. ઘણી વખત ઉત્તરવહી તપાસવામાં ખૂબ જ સમય જતો રહેતો હોય છે. જેથી તે ઉત્તરવહી શાળાના શિક્ષકો જ તપાસે એવી પણ વાત છે.

આ બાબત પર પણ નિર્ણય લેવાશે
​​​​​​​ધો. 12 આર્ટ્સ અને સાયન્સના એ ગ્રુપ પાસ કરનારાને બ્રિજ કોર્સ કરાવી એફવાયબીકોમમાં પ્રવેશ આપવો {દાનમાં મળેલી નવસારીની પોસરાની જમીન મામલે ચર્ચા ,નીડ કમિટીની ભલામણ પર 17 નવી કોલેજને મંજૂરી આપવી, એસએમસીએ યુનિવર્સિટીના એમબીએ ડિપાર્ટમેન્ટની જગ્યા મેળવી, જેના વળતરની બાબત પર ચર્ચા, પ્રવેશ કમિટીને નિમણૂકને મંજૂરી આપવી, ફી નિર્ધારણ સમિતીનું બંધારણની બાબત, બોર્ડ ઓફ હોસ્ટેલના સભ્યની નિમણૂક કરવી.

16મી જૂનના મુદ્દા પણ ચર્ચાશે
સૂત્રોએ જણાવ્યું કે, યુનિવર્સિટીમાં આજે 18 જૂને પણ સિન્ડિકેટ મળનારી છે. 16જૂનની સિન્ડિકેટમાં બાકી રહી ગયેલી બાબતો પર પણ આ બેઠકમાં ચર્ચા વિચારણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...