તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ તરત જ રોજગારી મળી જાય તે માટે વીએનએસજીયુ ડો. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સાથે નવા અભ્યાસક્રમ શરૂ કરશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓએ કોઈ પણ કામ માટે અમદાવાદ સુધી દોડવું નહીં પડે તે માટે બીએઓયુએ વીએનએસજીયુને પત્ર લખી કેમ્પસમાં પ્રાદેશિક કેન્દ્ર બનાવવા માટે બે એકર જમીન કે પછી બિલ્ડિંગ માંગી હતી.
મહિના પહેલા જ ડો. આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડો. અમી ઉપાધ્યાયે નર્મદ યુનિવર્સિટીમાં કાર્યકારી કુલપતિ ડો. હેમાલી દેસાઇ સાથે બેઠક કરી હતી. તે સમયે કુલપતિએ પ્રાદેશિક કેન્દ્ર બનાવવા માટે બે એકર જમીન અથવા તો બિલ્ડિંગ અપાય તેનો પત્ર કાર્યકારી કુલપતિ ડો. હેમાલી દેસાઇને આપ્યો હતો. આમ, વીએનએસજીયુમાં બીએઓયુનું પ્રાદેશિક કેન્દ્ર બન્યા બાદ પ્રવેશ, પરીક્ષાની સાથે પરિણામ સહિતની નાની મોટી કામગીરી અમદાવાદ સુધી દોડવું નહીં પડશે.
રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરાશે
ડો. આંબેડકર યુનિવર્સિટી અને નર્મદ યુનિવર્સિટી બંને મળીને રોજગારીલક્ષી કોર્સ શરૂ કરશે. થોડા મહિના પહેલાબન્ને યુનિવર્સિટી પોતાના કોર્સને મર્જ કરવાનો મૌખિક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બીએઓયુના એક્ટ મુજબ અભ્યાસક્રમ મર્જ થઈ જાય છે. પરંતુ વીએનએસજીયુના એક્ટમાં આવી કોઇ જોગવાઈ નથી. જેથી બન્ને યુનિવર્સિટીના કોર્સને મર્જ કરવા વિશેનો નિર્ણય અગામી દિવસોમાં ફેકલ્ટીની બેઠક બાદ એકેડેમિક કાઉન્સિલમાં લેવાશે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.