તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:VNSGUના વિદ્યાર્થીઓ હવે ઘેર બેઠાં પરીક્ષા આપી શકશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુજી-પીજીની પરીક્ષા જૂનના પહેલા અઠવાડિયામાં લેવાશે

કોરોના મહામારી વચ્ચે પરીક્ષા સમયસર પૂર્ણ થાય તે માટે યુનિવર્સિટીએ ઘર બેઠાં જ પરીક્ષા લેવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં 50 માર્ક્સની એમસીક્યૂ ટેસ્ટ હવે ઓનલાઇન લેવાશે. વિદ્યાર્થીઓને એક સવાલનો જવાબ આપવા પાછળ એક મિનિટનો જ સમય મળશે.

કુલપતિ ડો.પ્રો. કે. એન. ચાવડાએ જણાવ્યું હતું કે, અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા જૂનના પહેલા અઠવાડિયામાં યોજાનારી ઓનલાઈન લેવાનું નક્કી કર્યું છે. પરીક્ષા માટે VNSGUની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ફોન કે લેપટોપ કે ઇન્ટરનેટ ન હોય તો છાત્રો નજીકની કોલેજોમાં જઈને ઓનલાઇન પરીક્ષા આપી શકશે. વિદ્યાર્થીઓની પહેલા ટ્રાયલ ટેસ્ટ બાદ ઓનલાઇન એમસીક્યૂ ટેસ્ટ લેવાશે. જે વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકે તેવી સ્થિતિમાં બીજીવાર ઓનલાઇન પરીક્ષમાં બેસી શકશે.

શિક્ષણ વિભાગના આદેશ મુજબ પરીક્ષા લેવાશે
પ્રોફેશનલ કાઉન્સિલના કોર્સ અને પ્રેક્ટિકલ પરીક્ષા શિક્ષણ વિભાગના આદેશ મુજબ લેવાશે. જોકે, મેડિકલમાં ઓપ્ટોમેટ્રી કોર્સની પરીક્ષા ઓનલાઇન લેવાશે. ઉપરાંત મોકૂફ પરીક્ષા અને એક્સટર્નલ કોર્સની પરીક્ષા પણ શિક્ષણ વિભાગના આદેશ મુજબ લેવાશે એવું પણ કુલપતિએ કહ્યુ હતું.

યુનિવર્સિટીને કરોડો રૂપિયાનો ફાયદો : ઓનલાઇન પરીક્ષાથી યુનિવર્સિટીનો પ્રિન્ટિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સુપરવિઝન સહિતના કરોડોના ખર્ચા બચશે. યુનિવર્સિટી સોફ્ટવેર પાછળ 50 હજારથી એક લાખ સુધીનો જ ખર્ચ થાય તેવું યુનિવર્સિટીએ અનુમાન લગાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...