નિર્ણય:મેટ્રોને નડતરરૂપ વિવેકાનંદ પ્રતિમા કળશ, હોડીના સ્કલ્પચર હટાવાશે

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં મેટ્રો રેલ પ્રોજેકટ અંતર્ગત ફેઝ-1માં ડ્રીમ સીટીથી સરથાણા રૂટમાં નડતરરૂપ સેન્ટ્રલ ઝોન વિસ્તારના ત્રણ સર્કલ દૂર કરાશે. જેથી મક્કાઇપુલ ખાતે આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમા, એકતા સર્કલ ખાતે આવેલી હોડી અને સગરામપુરા વિજય વલ્લભ ચોક પાસેના કળશના સ્કલ્પચરને હટાવાશે. વિવેકાનંદ પ્રતિમા સહિતના આ 3 સ્કલ્પચરને સ્થાળંતર કરી અન્ય જગ્યાએ પ્રસ્થાપિત કરાશે.

સ્વામી વિવેકાનંદની પ્રતિમાને દયાળજી બાગ, હોડીના સ્કલ્પચરને ગાંધીબાગ, એમ્ફી થિયેટરવાળી જગ્યા અને કળશના સ્કલ્પચરને સ્નેહ મિલન ગાર્ડનમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. મેટ્રોના રૂટના એલાઇમેન્ટમાં નડતરરૂપ આ સ્ક્લપચરોને અન્ય જગ્યાએ મુકવા માટે સ્થાયી સમિતિ પાસે મંજૂરી માંગવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...