તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Vivan A 12 year old Son Of BJP Candidate In Surat Is Campaigning For His Father, People Flock To See The Style Of Campaigning

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતનો બાળસ્ટાર પ્રચારક:પિતાને જંગમાં જિતાડવા 12 વર્ષનો પુત્ર મેદાને, પોતાની વાણીથી લોકોને મંત્રમુગ્ધ કર્યા; ભાષણ સાંભળી ભલભલા નેતાઓ અચંબામાં પડ્યા

સુરત11 દિવસ પહેલાલેખક: દેવેન ચિત્તે
વોર્ડ નંબર 21માં પિતાની સાથે પ્રચારમાં વિવાન હાજર રહે છે.
  • વોર્ડ નંબર 21માં પ્રચારની કમાન બાર વર્ષના વિવાન ઉનડકટે સંભાળી

હાલ મહાનગરપાલિકાનો ચૂંટણીપ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. દરેક ઉમેદવાર પોતાનો પ્રચાર વધુમાં વધુ થાય એ પ્રકારનો પ્રયાસ કરી રહ્યો છે. સુરતના વોર્ડ નંબર 21 પ્રચારને લઈને ચર્ચામાં આવ્યો છે. વોર્ડ નંબર 21માં પ્રચારની કમાન બાર વર્ષના વિવાન ઉનડકટે સંભાળી છે. વિવાનને જોવા માટે, તેની પ્રચારની શૈલીને જોવા માટે મોટી સંખ્યામાં મતદારો એકત્રિત થઇ રહ્યા છે. વિવાન ભારતીય જનતા માટે તો પ્રચાર કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે તેના પિતા વ્રજેશ ઉનડકટ માટે પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે. વ્રજેશ ઉનડકટ વોર્ડ નંબર 21ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે.

પિતાને અને ભાજપને જિતાડવા માટે પ્રચાર
રાજકીય પ્રચારમાં વક્તૃત્વશૈલી લોકોને આકર્ષતી હોય છે તેવા તમામ લોકો મેદાનમાં ઊતરતા હોય છે. વિશેષ કરીને આપણે જોતા હોઈએ છીએ કે ચૂંટણીપ્રચાર દરમિયાન અલગ અલગ ક્ષેત્રના સેલિબ્રિટીઓ વિવિધ રાજકીય પક્ષો માટે પ્રચાર કરીને આકર્ષણ ઊભો કરતા હોય છે, પરંતુ 12 વર્ષનું બાળક સ્ટાર પ્રચારકોની માફક સતત ચૂંટણી અભિયાનમાં પોતાના પિતાને અને ભાજપને જિતાડવા માટે જોરશોરથી લાગી ગયું છે.

વ્રજેશ ઉનડકટ વોર્ડ નંબર 21ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે; 12 વર્ષીય દીકરો તેમના માટે પ્રચાર કરે છે.
વ્રજેશ ઉનડકટ વોર્ડ નંબર 21ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે; 12 વર્ષીય દીકરો તેમના માટે પ્રચાર કરે છે.

રસપ્રદ વાતોથી સભામાં હાજર લોકો આકર્ષિત
વિવાન ઉનડકટ જ્યારે પોતે પ્રચાર કરતો હોય છે ત્યારે તેની વાક્છટા જોઈને ભલભલા રાજકીય નેતાઓ પણ અચંબામાં પડી જાય છે. આટલી નાની ઉંમરે પ્રજાના પ્રશ્નો કયા કયા હોય છે એનો ઉકેલ કેવી રીતે સ્થાનિક નેતાઓ લાવી શકે છે. કયા પ્રકારના નેતાઓને ચૂંટણી દરમિયાન વિજય બનાવવા જોઈએ એ અંગે ખૂબ જ ઝીણવટભરી અને રસપ્રદ વાતો કરીને સભામાં હાજર લોકોને આકર્ષિત કરી દે છે.

વિવાનની લોકપ્રિયતામાં વધારો થયો
વિવાને આજે સમગ્ર સુરત શહેરની અંદર સૌકોઈમાં કુતૂહલ જગાવ્યું છે. વિવાનની લોકપ્રિયતા એટલી વધી રહી છે કે વોર્ડ નંબર 21માંથી અન્ય વોર્ડના ઉમેદવારો પણ તેને પોતાના પ્રચાર કરવા માટે બોલાવી રહ્યા છે. તે એક સમજદાર નાગરિક તરીકે પોતાની વાત મતદારો સુધી પહોંચાડી રહ્યો છે. સ્વાભાવિક છે કે બાળક જ્યારે આ પ્રકારે પોતાની વાણીથી લોકોને મંત્રમુગ્ધ કરી નાખે ત્યારે જે-તે રાજકીય પક્ષ માટે તેનો લાભ મળવો શક્ય છે.

વિવાન છેલ્લા ઘણા દિવસોથી ગ્રુપ મીટિંગો ગજવી રહ્યો છે.
વિવાન છેલ્લા ઘણા દિવસોથી ગ્રુપ મીટિંગો ગજવી રહ્યો છે.

વિવાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન
વિવાન પોતે માને છે કે નિષ્પક્ષ અને પ્રામાણિકતાથી જો વહીવટ કરવામાં આવે તો શહેરનો વિકાસ અને દેશનો વિકાસ ચોક્કસ થશે જ. વિવાન માને છે કે તે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છે. નરેન્દ્ર મોદીની નેતૃત્વ શક્તિમાં તેને અપાર શ્રદ્ધા છે અને તેના પિતા પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવાથી તેને ભાજપનો પ્રચાર કરવામાં વધુ રસ પડી રહ્યો છે.

વિવાન ભાષાશૈલીને કારણે સૌકોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો.
વિવાન ભાષાશૈલીને કારણે સૌકોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો.

સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ
ચૂંટણીપ્રચાર પહેલાં પણ વિવાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. દેશના અલગ-અલગ જ્વલંત મુદ્દા પર તે પોતાની પ્રતિક્રિયાઓ ફેસબુક પર તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકતો હોય છે. બાળપણથી જ વિવાન પોતાની ભાષાશૈલીને કારણે સૌકોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

સ્ટાર પ્રચારક તરીકેની છબિ સુરત શહેરમાં ઊભરી
વિવાન છેલ્લા ઘણા દિવસોથી ગ્રુપ મીટિંગો ગજવી રહ્યો છે. ક્યારેક તેના પિતા સાથે ગ્રુપ મીટિંગમાં હાજર હોય છે તો કોઈક વખતે અન્ય કાર્યકર્તાઓ સાથે પોતે જ ગ્રુપ મીટિંગમાં પહોંચીને તેમની સમગ્ર પેનલની તરફેણમાં મતદારોને મત આપવા માટે અપીલ કરવા પહોંચી જાય છે. સુરત મહાનગરપાલિકાના ચૂંટણીમાં વિવાનને જબરદસ્ત આકર્ષણ ઊભું કર્યું છે. તેની સ્ટાર પ્રચારક તરીકેની છબિ સુરત શહેરમાં ઊભરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો