ગાઢ ધુમ્મસ:વિઝિબિલિટી 200 મીટર થઇ, વહેલી સવારે ભેજ 95% થઈ જતાં ગાઢ ધુમ્મસની ચાદર ફેલાઈ ગઈ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરના વેસુ-વીઆઇપી રોડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી બપોરે 12.30 સુધી ગાઢ ધુમ્મસ છવાયું હતું. - Divya Bhaskar
શહેરના વેસુ-વીઆઇપી રોડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી બપોરે 12.30 સુધી ગાઢ ધુમ્મસ છવાયું હતું.
  • પવનની દિશા ઉત્તર-પૂર્વની થતાં 2 દિવસ ઠંડીમાં વધારો થશે

શહેરમાં મંગળવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતાં વિઝિબીલીટી 200 મીટર થઈ ગઈ હતી. ભેજ વધુ હોવાથી ધુમ્મસ સાથે ધુમાડા (સ્મોગ)ની અસર વર્તાઇ હતી. ભેજનું પ્રમાણ વધીને 95 ટકા સુધી પહોંચી જતા ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી. જાણકારોનું કહેવું છે કે, જમીનથી 3 કિમી ઉપર હવા શાંત રહેતા ભેજનું આવરણ અને શાંત હવામાં ફેલાયેલો ધુમાડો ધૂળ-માટીને ઉપર ઉઠવા દેતો નથી, જેથી પ્રદૂષણનું સ્તર પણ વધ્યું છે. પવનની દિશા ઉત્તર-પૂર્વની થઇ જતાં કાલથી સવારે સ્મોગ ઘટી બે દિવસ સુધી હળવી ઠંડી સાથે પારો ગગડીને 21થી 23 ડિગ્રી થઈ શકે છે.

3 ફ્લાઇટને ડાયવર્ટ કરાતાં 1 કલાક મોડી પડી
મંગળવારે સવારે શળહેરમાં અને ખાસ કરીને એરપોર્ટ વિસ્તારમાં વિઝિબિલિટી ઘટીને 200 મીટર જેટલી થઈ જતાં સુરત આવતી 3 ફ્લાઇટ ડાયવર્ટ કરવી પડી હતી જે ફરી સુરત આવવામાં 1 કલાક મોડી પડી હતી. કોઈપણ વિમાનના લેન્ડિંગ માટે 800 મીટર સુધીની વિઝિબિલિટી હોવી અનિવાર્ય છે. મોડી પડેલી ફ્લાઇટોમાં એર ઇન્ડિયાની દિલ્લી-સુરત ફ્લાઇટ 7.05 વાગ્યે લેન્ડ કરી શકી ન હતી. ઇન્ડિગોની દિલ્લી-સુરત ફ્લાઇટ 8.25 વાગ્યે લેન્ડ ન થઇ શકી ન હતી. આ જ રીતે કોલકાતા-સુરત ફ્લાઇટ કોલકાતાથી 5.57 કલાકે ઉડાન ભરી 8.40 કલાકે સુરત આવી હતી જે લેન્ડ ન થઈ શકતાં મુંબઈ ડાઇવર્ટ કરવી પડી હતી. તમામ ફ્લાઇટ ફરી સુરત આવવામાં એક-એક કલાક મોડી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...