તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરતું ફરતું પુસ્તકાલય:65 વર્ષના વિપિન ભટ્ટ ચલાવે છે હરતું ફરતું પુસ્તકાલય જાહેર જગ્યાઓ પર મફતમાં વાંચવા આપેે છે પુસ્તકો

સુરત12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાર્ડન, વોક-વે તેમજ અન્ય જગ્યાઓ પર 500 જેટલી પુસ્તકો લઈને બેસે છે

વાંચકો પુસ્તકાલયમાં જઈ પુસ્તકો લઈ આવે અથવા તો ત્યાં જઈને વાંચે આ તો સામાન્ય છે પણ પુસ્તકાલય તમારી પાસે આવે એવું હોય તો નવાઈ લાગે ને! સુરતના 65 વર્ષીય વિપિનભાઈ ભટ્ટ એવું જ કામ કરી રહ્યા છે. તેઓ શહેરના જાહેર સ્થાળોએ, ખાસ કરીને ગાર્ડન કે વોક-વે ખાતે પોતાની પાસે રહેલા 500થી વધુ પુસ્તકાલય લઈને બેસી જાય છે અને જે પણ લોકો વાંચવાના ઇચ્છુક હોય એમને પુસ્તકો આપે છે.

પુસ્તકો સાથે તેઓ એમનું વિઝિટિંગ કાર્ડ પણ આપે છે અને કહે છે કે, વાંચી લો ત્યારે આ નંબર પર કોલ કરી દેજો, હું એ બાજુ આવીશ ત્યારે આ પુસ્તક લઈ જઈશ. વિપિનભાઈ પોતાનાં આ કામને ‘હરતું ફરતું પુસ્તકાલય’ કહે છે.

સ્લેટમાં લખે છે ‘મફતમાં સારા પુસ્તકો વાંચો અને વંચાવો’, વાંચક પાસેથી પોતે જ પુસ્તક લાવે છે
‘2 વર્ષ પહેલા મને આ વિચાર આવ્યો હતો. શરૂઆતમાં મારી પાસે 200 જેટલા પુસ્તકો હતા. હું સંગીતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છું. જેથી મને ખબર છે કે, સારા વિચારોથી વ્યક્તિ પરિવર્તન થાય છે અને જો દરેક વ્યક્તિમાં સારા પરિવર્તનો આવે તો સમસ્ત વિશ્વમાં પરિવર્તન આવી શકે છે. આ વિચારે સાથે મેં આ કામ શરૂ કર્યું હતું. હું છેલ્લા એક વર્ષથી આ કામ કરી રહ્યો છું. પુસ્તકો ખરીદ્યા પછી સૌથી મોટો પ્રશ્ન એ હતો કે, હું આ પુસ્તકોને લોકો સુધી કઈ રીતે પહોંચાડીશ? જેથી મેં ગાર્ડન અને વોક-વેની પસંદગી કરી. એ સિવાય કેટલીક જાહેર જગ્યાએ પણ હું લોકોને વાંચવા માટે પુસ્તકો આપું છું. હાલ મારી પાસે 500 જેટલા પુસ્તકો છે. એ પુસ્તકો કામય હું મારી કારમાં જ રાખું છું. ડેસ્ટિનેશન પર પહોંચી હું બધી જ પુસ્તકો એક ચટાઈ પર મુકી દઉં છું.

અમુક વાર તો કારમાંથી જ લોકોને પુસ્તકો આપું છું. મારી પાસે એક સ્લેટ છે જેમાં લખાયેલું હોય છે કે, મફતમાં સારા પુસ્તકો વાંચો અને વંચાવો. હું આ મેસેજ હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી ત્રણેય ભાષામાં લખું છું. જે લોકો મારી પાસે આવે છે એમને પુસ્તક આપી મારું વિઝિટિંગ કાર્ડ આપું છું અને કહું છું કે, પુસ્તકો વાંચ્યા પછી મને કોલ કરી દેજો હું એ બાજુ જ્યારે પણ આવીશ આ પુસ્તકો લઈ જઈશ. હાલ મારી પાસે જે પુસ્તકો છે એમાં વિચાર પરિવર્તન, ધાર્મિક, કહાની, ભાષા તેમજ બાળકો માટેની પુસ્તકો છે.

ભવિષ્યમાં હું પુસ્તકો વધારીશ. જો કોઈને એમના વિસ્તારમાં આ કામ કરવું હોય તો તેઓ મને સંપર્ક કરી શકે છે. હું એમને પુસ્તકો આપી જઈશ. હું સંગીત શીખવવાની સાથે સાથે જિલ્લા કક્ષાનો પિસ્તોલ શૂટર પણ છું. જિલ્લા કક્ષાએ યોજાયેલી સ્પર્ધાઓમાં 5થી વધુ મેડલ મેળવી ચુક્યો છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો