સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદોનું કેન્દ્ર બની રહી છે. સમયાંતરે સતત અનેક વિવાદો સામે આવતા રહે છે. તાજેતરમાં જ વિદ્યાર્થીઓના યૌન શોષણના મુદ્દે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકીય પાર્ટીઓના નિશાના પર આવી છે. બાળકો સાથે થતાં યૌન શોષણ અને વિદ્યાર્થીઓને શાળામાં આપવામાં આવતી સુવિધાઓ સમયસર ન મળતી હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં યુથ કોંગ્રેસ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ઉપર ભાજપ પ્રચાર સમિતિના બેનર લગાડી દેવામાં આવ્યા હતા.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીએ યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
પુણા વિસ્તારની શાળામાં વિદ્યાર્થીઓ સાથે યૌન શોષણ કરવામાં આવતું હોવાનું સામે આવતા શિક્ષણ જગતમાં ખડભલાટ મચી ગયો હતો. આ મુદ્દે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના શાસકો ઉપર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને આપવામાં આવતા ગણવેશ, બુટ મોજા અને પુસ્તકો શાળા શરૂ થઈ ગયા બાદ પણ આપવામાં આવ્યા નથી. માત્ર મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે અને પાર્ટીનો પ્રચાર કરવામાં સૌથી મોટું હિત હોય તેઓ વહીવટ જોવા મળી રહ્યો છે.
શિક્ષણ સમિતિ ઉપર ભાજપ પ્રચાર સમિતિના બેનર લગાડ્યા
કોંગ્રેસ નેતા સુરેશ સુહાગ્યાએ જણાવ્યું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશ શાહ યોગ્ય કામગીરી કરી રહ્યા નથી. બાળકોને હિતમાં ઝડપથી નિર્ણયો લેવામાં તેઓ લાચાર પુરવાર થઈ રહ્યા છે માત્ર ભાજપના સી.આર.પાટીલના ઇશારે તેઓ કામ કરતા હોય તે રીતે વહીવટ કરે છે. દુષ્કર્મ અજૈવિક ઘટનાને અંજામ આપનારા આચાર્યને લઈને પણ તેમનું વલણ ખૂબ જ નરમ છે. કરોડો રૂપિયા નું ફંડ બાળકોને સુવિધા આપવા માટે ખર્ચવામાં આવે છે પરંતુ તેમને સમયસર પુસ્તકો પણ મળ્યા નથી. એટલું જ નહીં ગણવેશ સિવાયના અન્ય ચીજ વસ્તુઓ પણ મળી નથી. અત્યારની આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખરા અર્થમાં ભાજપ પ્રચાર સમિતિથી વધુ કંઈ જ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.