આતંક:અસામાજિક તત્વોએ નાસ્તાની લારીએ દારૂ પી લારી વાળા પર જ ચપ્પુથી હુમલો કર્યો, લોકોએ ભેગા મળીને પટકી પટકીને માર માર્યો

સુરત4 મહિનો પહેલા
દારૂના નશામાં આતંક મચાવ્યો.
  • સામે જવાબ કેમ આપે છે એમ કહીને હુમલો કર્યો હતો

સુરત જિલ્લાના વરેલી ગામમાં નાસ્તાની લારી ચલાવનાર અને ત્યાં બે ઈસમો નાસ્તા કરવા માટે આવ્યા હતા. કોઈ કારણસર યુવકો અને લારીવાળા સાથે ઉગ્ર બોલાચાલી થયા બાદ એકાએક જ નાસ્તો કરવા આવેલા સામાજિક તત્વોએ તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ચપ્પુ વડે લારીવાળા ઉપર હુમલો કરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

દારૂ પણ નાસ્તાની લારી પર જ પીધો
લારી ચલાવનારના કહેવા મુજબ શુભમ અને માલ્યા નામના યુવકો નાસ્તો કરવા માટે તેની લારી પર આવ્યા હતા. તે દરમિયાન તેમણે લારી પર જ દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું. દારૂ પીધા બાદ તેમણે નાસ્તા માટે તૈયાર સમોસાની માગણી કરી હતી. સમોસા ખાધા બાદ તેમણે લારીવાળા યુવકને કહ્યું કે સમોસા સારા નથી. લારીવાળા યુવકે જવાબ આપ્યો કે સમોસા સારા ના હોય તો પૈસા ના આપતા. છતાં પણ દારૂના નશામાં શખ્સોએ લારીવાળાને સામે જવાબ કેમ આપે છે એમ કહીને હુમલો કરી દીધો હતો.

ચપ્પુ વડે લારીવાળા ઉપર હુમલો કરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ.
ચપ્પુ વડે લારીવાળા ઉપર હુમલો કરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ.

સમગ્ર ઘટના મોબાઇલમાં કેદ
નાસ્તાની લારી પર જ નશાની હાલતમાં બંને યુવકોએ લારી ચલાવનાર પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના મોબાઇલમાં કેદ કરી લેવામાં આવી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, યુવક પર નશાની હાલતમાં અસામાજિક તત્વો ચપ્પુથી હુમલો કરે છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે આ યુવકો વરેલી ગામમાં આજ પ્રકારે આતંક ફેલાવી રહ્યા છે. સાંજના સમયે દારૂ પીધા બાદ નશાની હાલતમાં નિર્દોષ લોકો સાથે મારામારી કરતા હોય છે. સ્થાનિક પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો પર અંકુશ રાખવો જરૂરી છે. આવા અસામાજિક તત્વોના સમગ્ર વિસ્તારમાં પોતાનો ધાક જમાવતા હોય છે.

નશાની હાલતમાં બંને યુવકોએ લોકોએ ભેગા થઈને ફટકાર્યા હતા.
નશાની હાલતમાં બંને યુવકોએ લોકોએ ભેગા થઈને ફટકાર્યા હતા.