સુરત જિલ્લા વીસીઈ મંડળ દ્વારા ઘણા સમયથી કમિશનર પ્રથા બંધ કરી ફિક્સ વેતન સાથેનો પગાર, 16 વર્ષથી વગર પગારે કામ કરતાં કર્મચારીને સરકારી લાભ, વીમાકવચ, જોબ સિક્યુરિટી, બાકી ચૂકવણું આપવામાં આવે એવી અનેક માગો કરી હતી. અગાઉ પચાયતમંત્રીએ સકારાત્મક બાંહેધરી આપી હતી. આજે આઠ મહિના થવા છતાં પણ કોઈ ઉકેલ આવેલ નથી. વીસીઈ ઓપરેટરો હડતાલ પર ઉતર્યા છે, જેના કારણે ઘણા લોકોના કામોમાં રૂકાવટ આવી છે.
મે અને જૂન મહિનો એટલે ખેડૂતને બેંક ધિરાણ નવું-જુનું કરવા માટે રેવન્યુ કાગળોની જરૂર પડતી હોય છે. ખેડૂતો સામાન્ય રીતે પંચાયતમાં બેસતાં VCE (વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર) પાસે જઈ કાગળો મેળવતાં હોય છે. આ ઓપરેટરો ખેડૂતોની આઈ-પોર્ટલ પર સહાય યોજનાની અરજીઓ પણ કરી દેતા હોય છે. સરકારે ઘણા વર્ષોથી આ પ્રકારે દરેક પંચાયતો પર વિલેજ કોમ્પ્યૂટર ઓપરેટરોને કમિશન બેઝ પર બેસાડ્યા છે. ઘણી વખત એમની માગંણી ન સંતોષાય ત્યારે સરકારનું નામ દબાવવાનો પ્રયત્ન થયો હોય છે.
હડતાળને કારણે આ કામગીરી પર અસર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.