તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેન્ડ ગ્રેબિંગ:નવસારીના વિક્રમે બોગસ પાવરથી યુકે રહેતી મહિલાની જમીન પચાવી પાડી

સુરત21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લેન્ડ ગ્રેબિંગની વધુ બે ફરિયાદ, અમરોલી-ચોકમાં ગુનો દાખલ

રવિવારે સુરતમાં લેન્ડગ્રેબિંગની વધુ 2 ફરિયાદો દાખલ કરાઈ છે. એક ફરિયાદ અમરોલી પોલીસમાં અને બીજી ચોકબજાર પોલીસમાં દાખલ કરાઈ છે.

અમરોલીના ભરથાણામાં દર્શના ચંદ્રકાંત નાયકની માલિકીની જમીન છે. દર્શના નાયક પરિવાર સાથે હાલ યુકેમાં રહે છે. આરોપી વિક્રમ ભાસ્કર નાયકે (જમનાપાર્ક-1, જમાલપોર,નવસારી)આ જમીન પર કબજો કરવા માટે બોગસ પાવર બનાવી તેમાં મૂળ માલિકોની જગ્યાએ અન્યોના ફોટો લગાવી તેમને જ મૂળ માલિક દર્શાવ્યા હતા. તેમજ દર્શનાના પતિનું નામ જોનગીલ હોવા છતા મહેશ નાયકની પત્ની હોવાનું જણાવ્યું હતું. દર્શના નાયકને યુકેમાં આ બાબતેે માહિતી મળતા તેઓએ ઓળખીતા કેતન દેસાઈને પાવર ઓફ એટર્ની લખી આપતા તેમણે વિક્રમકુમાર વિરુદ્ધ અમરોલી પોલીસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

ભાડે આપેલા ફ્લેટ પર 3 લોકોએ કબજો કરી લીધો
હાલ અમદાવાદમાં રહેતા લાભુબેન જીતેન્દ્ર ગોપાણી પહલાં સુરત રહેતા હતા.ત્યારે તેમણે સિંગણપોર હરિદર્શન સોસાયટીમાં શુકન એપાર્ટમેન્ટમાં ફ્લેટ ખરીદ્યો હતો.તેમણે શાંતિદાસ લશ્કરીને તે ફ્લેટ ભાડેથી આપ્યો હતો. શાંતિદાસ અને ચેના ભાઈ હર્ષદ ઉર્ફે બુધા તેમજ ભત્રીજા આશિષ હર્ષદ લશ્કરીએ તે ફ્લેટ પર કબજો કરી લીધો હતો.લાભુબેને ત્રણેય વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

જમીન માલિકની અંગ્રેજીની સહી ગુજરાતીમાં કરતાં કેસ બહાર આવ્યો
વેસુની જમીનમાં બોગસ પાવર ઓફ એટર્નીના આધારે જમીન પચાવી પાડવાના મામલે ઉઘોગપતિ રાજુ ગીજુ અને તેની માતા સહિત 4 લોકોની સામે ખટોદરા પોલીસે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધ્યો છે. જેની તપાસ ક્રાઇમબ્રાંચના એસીપી આર.આર.સરવૈયાને સોંપવામાં આવી છે. રાજુની માતા ડાહીબેનના નામે જે પાવર ઓફ એટર્ની બનાવી છે. તેમાં જમીનના મૂળ માલિક સોરાબજી અરદેશર મુગલાઈની ગુજરાતીમાં સહી હતી. જયારે તેઓ સહી અંગ્રેજીમાં કરતા હોવાની વાત છે.

વેસુના સર્વે નં. 113-1ની જુની શરતની જમીનના મૂળ માલિક સોરાબજી અરદેશર મુગલાઈ છે. આ જમીન માટે હસમુખ સોલંકીએ તેના બે ભાગીદારો સાથે વર્ષ 2017માં 3.16 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. મૂળ માલિક સોરાબજી મુગલાઈ પાસે સાટાખત કરાવી 1.25 કરોડની રકમ ચેકથી ચુકવી હતી. પછી મૂળ માલિકે વેચાણ દસ્તાવેજ કરવા માટે કહેતા તેઓ વાયદાઓ કરતા હતા. વર્ષ 2019 ડિસેમ્બરમાં 7-12ની નકલ અને સબસ્જીસ્ટ્રાર કચેરીમાંથી 10મી ડિસેમ્બર 2019નો સર્ચ રિપોર્ટ કઢાવ્યો હતો.

વેસુની આ જમીન મામલે મૂળ માલિક સોરાબજી અરદેશરે ડાહીબેન ગીજુભાઈને પાવર ઓફ એટર્ની લખી આપી હતી. ડાહીબેને પટેલે જમનાબેન હીરાલાલ પટેલને 2008માં જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. વર્ષ 2019માં 7-12માં કાચી નોંધ પણ પડી હતી. હાલમાં પોલીસે સોરાબજી અરદેસર મુગલાઈ, ડાહીબેન ગીજુભાઈ પટેલ અને તેનો પુત્ર રાજુ ગીજુભાઈ પટેલ અને જમનાબેન પટેલની સામે ગુનો નોંધ્યો છે. આ કેસમાં બીજા નામો પણ આગામી દિવસોમાં તપાસમાં બહાર આવી શકે છે.

બોગસ દસ્તાવેજ છોડાવવા એફિડેવિટ કરી
આ કેસમાં રાજુ ગીજુ પટેલે દસ્તાવેજની નોંધ પડાવવા મામલતદાર મજૂરામાં જાતે અરજી કરી હતી. એટલું જ નહીં તેણે પોતે નાયબ કલેકટર અને સ્ટેમ્પ ડયુટીની કચેરી ખાતે બોગસ દસ્તાવેજ છોડાવવા માટે એફિડેવિટ રજૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો