આયોજન:ઝારખંડમાં યોજાયેલ સંવાદ કાર્યક્રમમાં ઉમરપાડા એક્શન યુવા ગ્રુપના વિજય વસાવાને સ્થાન

વાંકલ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝારખંડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લેનાર વિજયભાઈ વસાવા - Divya Bhaskar
ઝારખંડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લેનાર વિજયભાઈ વસાવા
  • ટાટા સ્ટીલ ફાઉન્ડેશનના માધ્યમથી સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું

ઝારખંડ ના જમશેદપુર ખાતે બિરસા મુંડા જન્મ જયંતી નિમિત્તે ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ 2022 સંવાદ કાર્યક્રમમાં ઉંમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના એક્શન યુવા ગ્રુપના લીડર વિજય વસાવાને સ્થાન મળ્યું હતું.

જનનાયક બિરસામુંડાની 147 મા જન્મ દિવસની નિમિત્તે જમશેદપુરના ગોપાલ મેદાન ખાતે 28 રાજ્ય 150 લિડર અને વિદેશી 5 દેશો માંથી આદિવાસી સમાજ લિડરોની ઉપસ્થિતિમાં ઝારખંડની પરંપરાગત પ્રકૃતિ પુજા કરવામાં આવી. જેમાં પરંપરાગત આદિવાસી સંસ્કૃતિ 501 નગારાના અદભૂત નાદ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમ એવા લોકોને સ્થાન આપવામાં આવ્યું,જેઓ કોરોના માં પડી ભાંગ્યા હતાં. તેવા નગારા વાદક અને સંગીતકારને સ્થાન આપવામાં આવ્યું.

ત્યારબાદ 28 રાજ્યના આદિવાસી લિડરોનું પાંચ દિવસનું વર્કશોપ થયું તેમાં જેની થીમ રી ઇમેજિંગ વિષય પર જેમાં મુખ્ય મુદ્દાઓ જીવનમાં એવા જે કાર્ય જેમા જેનાથી તમને આપણને ઝટકો લાગ્યો હોય ,જીવનમાં જે ઝટકા થી કંઇ શીખવાનું મળ્યું અથવા તો ભ્રમિત થયા હોય જીવનમાં જે કાર્યથી કંઇ બદલાવ બદલાવ આવ્યો હોય જીવનમાં હિંમતથી પરિકલ્પ કર્યું હોય એવું કાર્ય જીવનમાં જે કાર્યની કલ્પના કરી હોય તેમાં લોકોને જોડવા પ્રયત્ન કર્યો હોય આ વિષય પર એક દિવસના મુદ્દાઓ પ્રમાણે આવેલા લિડરોઓ પોતાના કાર્ય વિસ્તારમાં કરે કાર્ય સાથે હાલના આદિવાસી સમાજ વાસ્તવિક મુદ્દાઓ પર વિચારો નું આદાન પ્રદાન કરવામાં આવ્યા તેમાં સુધારાઓ કંઇ રીતે લાવી શકીએ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સાથે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, જળ, જંગલ,જમીન વિષય પર ચર્ચા કરવામાં આવ્યું. ભારતમાં આદિવાસી સમાજ પડી રહેલ મુશ્કેલીઓ સામનો કંઇ રીતે કરી શકીએ. તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ કરીને નિરાકરણ કંઇ રીતે લાવી શકીએ ચર્ચા કરવામાં આવી.

ઉમરપાડા, મહુવા, માંડવી વ્યારા જિલ્લાના ડોલવણ, સોનગઢ, નવસારી, નર્મદા, અરવલ્લી, છોટાઉદેપુર અને દાદરાનગર હવેલીના 30 લિડર કાર્ય કરી રહ્યા છે તેવા લોકો‌ને સિલેક્ટ કરવામાં આવ્યાં તેમને સ્થાન આપવામાં આવ્યું હતું જેમાં ઉંમરપાડા તાલુકાના ગુલી ઉમર ગામના એક્શન યુવા ગૃપ લિડર તરીકે વિજય વસાવા ને સ્થાન મળ્યું હતું સાથે મહુવા કાછલ નાં બેસ્ટ સરપંચ એવોર્ડ ધરાવતાં નરેન ચૌધરી સાથે સંવાદ કાર્યક્રમના પુસ્તક વિમોચનમાં ગુજરાત તરફ પોલિટીકલ લિડર લેખ દાખલ કરવામાં આવ્યો હતો. કાછલના સમરસ ગ્રામ પંચાયતના કલ્પનાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...