તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Vijay Rupani Looked Out From The First Floor Of The Diamond Bourse And Saw A Pile Of Rubbish In Khajod, Saying It Would Be Removed In 6 Months.

સુરતમાં ડાયમંડ બુર્સની મુલાકાત:પહેલા માળેથી વિજય રૂપાણીએ બહાર જોયું તો ખજોદમાં કચરાનો ડુંગર દેખાયો, કહ્યું - 6 મહિનામાં દૂર કરી દેવાશે

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાયમંડ બૂર્સના પહેલા માળની લોબી તૈયાર થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને બુર્સની આ ઓફિસો કમિટીએ બતાવી હતી. - Divya Bhaskar
ડાયમંડ બૂર્સના પહેલા માળની લોબી તૈયાર થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને બુર્સની આ ઓફિસો કમિટીએ બતાવી હતી.
  • બુર્સના ઉદ‌્ઘાટનમાં રશિયાના પ્રમુખ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવવા બુર્સ કમિટીની મુખ્યમંત્રી સાથે ચર્ચા
  • ડિસેમ્બર મહિનામાં ડાયમંડ બુર્સ શરૂ કરી દેવા કવાયત

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ-મુખ્યમંત્રી નીતિન પટેલે રવિવારે ખજોદ ખાતે બની રહેલા ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. સુરતમાં રશિયાથી સૌથી વધુ રફ હીરા આવતા હોવાથી ડાયમંડ બુર્સ કમિટીએ રશિયાના પ્રમુખ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદઘાટન સમયે આમંત્રિત કરવા માટે રજૂઆત કરી હતી. ડાયમંડ બુર્સ ડિસેમ્બરમાં શરૂ થાય એવી શક્યતા છે. મુલાકાત સમયે રૂપાણીને ખજોદનો કચરાનો ડુંગર દેખાતાં તેમણે કહ્યું હતું કે 6 મહિનામાં દૂર કરી દેવાશે. ખજોદ ખાતે બની રહેલા સુરત ડાયમંડ બુર્સનું કામ 85 ટકા સુધી પૂર્ણ થઈ ગયું છે. ડિસેમ્બર બાદ એનું ઉદઘાટન કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 1500 સ્ક્વેરફૂટથી મોટી ઓફિસોને ફર્નિચર માટે પણ ફાળવી દેવામાં આવી છે.

વિજય રૂપાણી જણાવ્યું હતું કે ‘ગુજરાતમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સૌથી મોટો સોલર રિન્યુએબલ એનર્જી પાર્ક, સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ જેવા અનેક આયામોથી ગુજરાતની આગવી ઓળખ બની છે, એ જ રીતે હવે સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહીં દેશ-વિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વકક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે, જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે. રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન થકી ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમથી હંમેશાં હકારાત્મક વલણ ધરાવે છે. ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદ-વેચાણ થશે.’

ખજોદ ખાતે બની રહેલા ડાયમંડ બુર્સની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી.
ખજોદ ખાતે બની રહેલા ડાયમંડ બુર્સની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી.

રફ ડાયમંડ રશિયાથી આવતા હોવાથી પુતિનને બોલાવવા કમિટીનો આગ્રહ
આઈટીક્ષેત્રમાં કરિયર બનાવતા સુરતના યુવકોને નોકરી માટે મુંબઈ, પુણે અથવા તો બેંગલુરુમાં જવું પડે છે. ડ્રીમ સિટીમાં જ આઈટી હબ બને એ માટે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયા અને ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી, જેના માટે 10 દિવસ પછી પ્રેઝન્ટેશન બનાવીને બતાવવા માટે વિજય રૂપાણી અને નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું.

સરકાર સમક્ષ રજૂઆત
સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સુરતમાં રફ રશિયાથી અને આફ્રિકાથી આવતી હોય છે. ત્યારે ડાયમંડ બુર્સના ઉદઘાટનમાં રશિયાના પ્રમુખ પુતિન આવે તેવો આગ્રહ ડાયમંડ બુર્સની કમિટી સેવી રહી છે. પુતિનને બોલવવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરાય તે માટે રજૂઆત કરાઈ હતી.

મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.

બુર્સ કમિટીની માગણી
મુખ્યમંત્રીએ બુર્સના પહેલા માળેથી બહાર જોયું તો કચરાનો ડુંગર દેખાયો હતો. ડાયમંડ બુર્સ કમિટીએ મુખ્યમંત્રીને ડિસ્પોઝલ સાઈટ હટાવવા ડુંગર હટાવવા રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ બાંયધરી આપી હતી કે 6 માસમાં જ હટાવાશે.

મુખ્યમંત્રી સમક્ષ IT હબ બનાવવા માગ, સીએમએ કહ્યું 10 દિવસમાં પ્રેઝન્ટેશન આપો
ડાયમંડ બુર્સના પહેલા માળની લોબી તૈયાર થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને બુર્સની આ ઓફિસો કમિટીએ બતાવી હતી.

પાલિકા કમિશનરે ડાયમંડ બુર્સની માહિતી આપી હતી.
પાલિકા કમિશનરે ડાયમંડ બુર્સની માહિતી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...