તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાયજ્ઞ:વિદ્યાકુંજ સંકુલનો લોકડાઉનની સ્થિતીમાં ચાલતો ત્રિવિધ સેવાયજ્ઞ

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભોજન, અનાજની કીટ અને સેનેટાઇઝ દવાનું વિતરણ

શહેરના પાલનપુર જકાતનાકા પાસે આવેલ વિદ્યાકુંજ સંકુલ અને વિદ્યાદીપ સંકુલના ચેરમેન જયંતિભાઇ પટેલના સહકારથી અને ધારાસભ્ય પૂર્ણેશભાઇ મોદી, નગરસેવક પ્રવિણ પટેલના માર્ગદર્શનથી મહેશ પટેલ, હિનલ વાલવાલા, હિરલ ચૌહાણ, ભાર્ગવ ઋષી, મુકુંદ પટેલ, મુકેશ પટેલ અને શંકરરત્નનગરી સોસાયટીના સભ્યો, રસોઇયા મહારાજ બાબુભાઇ પટેલ, વિદ્યાકુંજના સ્કીલ વેન ચાલકોના સહકારથી ત્રિવિધ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. લોકડાઉનમાં શાળામાં ભુખ્યાઓને ભોજન, અનાજની કીટનું તેમજ સેનેટાઇઝ દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરરોજ 1200થી વધારે લોકોને ભોજન આપવામાં આવે છે. શાક શાળામાં બને છે જ્યારે રોટલી સોસાયટીના લોકો ઘરેથી બનાવીને મોકલે છે. દરરોજ સોસાયટી દ્વારા 5થી 6હજાર રોટલીઓ આવે છે. આ ઉપરાંત સિનિયર સીટીઝનો, વિધવા બહેનો એને નિરાધાર લોકોને 15 દિવસ ચાલે તેટલા સામાન સાથેની અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો