સુરતની ટ્રસ્ટ સંચાલિત વિદ્યાભારતી શાળામાં ફી મુદ્દે શાળાના સંચાલકોએ વિદ્યાર્થીને અભ્યાસથી દૂર રાખી વાલીને શબબ આપી રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં પણ છેલ્લા 5 વર્ષમાં શાળાના 30થી વધુ ધક્કા ખાનાર વાલીએ ન્યાય માટે DEO કચેરી, FRC, કલેક્ટર, ચાઈલ્ડ લાઈન, જિલ્લા બાળ વિકાસ અધિકારી અને પોલીસ સ્ટેશનમાં અનેકવાર લેખિતમાં અરજી કર્યા બાદ પણ ન્યાય નહીં મળતા આંદોલનના રસ્તે લડત અપવાનો નિર્ણય કર્યો છે.
ધોરણ-9માં રોલ નંબર આપ્યા બાદ વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાંથી રિમુવ કરી દેનાર વિદ્યાર્થીના નામે શાળા સંચાલકો બીજાને શિક્ષણ આપી રહ્યા હોવાનો વાલીએ આરોપ મૂક્યો છે. વર્ષ 2016માં નાનકડી વાત પર શરૂ થયેલા ઝઘડાને લઈ વાલીએ ટ્રસ્ટમાં ભરવાપાત્ર રકમ માઇન, કરી શાળાની ફી ભરી દેતા આખો વિવાદ ચાલુ થયો હોવાનું જણાવ્યું છે. તમામ જગ્યાઓ પર શાળાની પોલ ખોલી નાખતા સંચાલકોએ ધોરણ 10ના વિદ્યાર્થીને માનસિક હેરાનગતિ આપી વાલી સાથે બદલાની ભાવનાથી ચાલી રહ્યા હોવાનું જણાવ્યું છે.
શાળાના સંચાલકો દ્વારા અવાર-નવાર ધક્કા ખવડાવ્યા
મનોજ સાંગલા (વાલી)એ જણાવ્યું હતું કે ત્રણ વર્ષ સુધી મારા પુત્રનું પરિણામ અટકાવી રાખવામાં આવ્યું ને મારી ઉપર DEO, FRC, પોલીસ, અને કલેકટરમાં કરેલી અરજી પાછી ખેંચી લેવા દબાણ કરાયું હતું. 2017થી 2021 સુધીના વર્ષની તમામ ફી મે ભેરી નથી. જોકે આ બાબતે મે DEOને લેખિતમાં જાણ કરી હતી અને કહ્યું હતું મારા પ્રશ્નનનું નિરાકરણ આવે એટલે હું બધી જ ફી જે નિયમ મુજબ છે તે એક સાથે ભરી દેવા બંધાયેલો છો, નવાઈની વાત તો એ છે કે કોવિડ-19ના સમય ગાળા દરમિયાન એટલે 2020-21માં મારા દીકરા ધોરણ-9માં આવ્યો, ટ્રાન્સફર ફી માગી તો મે રૂપિયા 350 ભર્યા, ધોરણ-9/ડીમાં પ્રવેશ આપ્યો અને રોલ નંબર 19 આપવામાં આવ્યો, ત્યારબાદ હેરાન કરવાના ઇરાદે વોટ્સએપ અભ્યાસથી દૂર કરી મારા દીકરાના નામે બીજાને અભ્યાસ આપવાનું શરૂ કર્યું એ પણ મે DEO કચેરીએ પુરાવા સાથે આપ્યું છે છતાં કોઈ પગલાં ભરાયા નથી. બસ પૂછવા જાઉં તો પ્રાથમિક શાળાના આચાર્યને મળો, ત્યાં જઈએ તો કહેવામાં આવે માધ્યમિક શાળાના આચાર્યને મળો, ત્યાં જઈએ તો કહેવામાં આવે ટ્રસ્ટીનું ક્લિયરન્સ નથી આવ્યું ને ટ્રસ્ટી મળતા નથી.
ધોરણ-10નો અભ્યાસ શરુ થયો છતાં સંચાલકો કોઈ જવાબ નથી આપતા
વધુ જણાવ્યું હતું કે 2020-21 જાન્યુઆરી સુધીમાં નામ બોલાયું ને ત્યારબાદ ધોરણ-9ના રજિસ્ટરમાંથી મારા દીકરાનું નામ ગાયબ થઈ ગયું. હવે ધોરણ-10નો અભ્યાસ શરુ થઇ ગયો છતાં વિદ્યા ભારતી શાળાના સંચાલકો કોઈ જવાબ નથી આપતા એટલે હવે DEO કચેરીએ ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો છે. જરૂર પડશે તો ભૂખ હડતાળ કરીને ન્યાય લઈશ. સાથે સાથે શાળાઓ સામે કાયદેસરના પગલાં નહીં ભરાઈ ત્યાં સુધી લડત ચાલુ રાખીશ.
DEOની ટીમ આવતીકાલે વિદ્યાભારતી સ્કૂલના ટ્રસ્ટીઓ સાથે મિટિંગ કરશે
એચએચ રાજગુરુ (જિલ્લા શિક્ષણાધિકારી) એ જણાવ્યું હતું કે, FRCમાંથી જવાબ આપી દેવાયો છે. ત્યારબાદ વાલીની ફરિયાદ સાંભળી છે. અમે આવતીકાલે 10 વાગ્યે શાળા પર જઈશું અને ટ્રસ્ટીઓ સાથે મિટિંગ કરીશું અને વાલીની ફરિયાદનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું. તાજેતરમાં 20-30 જેટલી પ્રાથમિક શાળાઓની માન્યતા રદ કરવા માટે ગાંધીનગર શિક્ષણ વિભાગને પત્ર લખ્યો છે. અમારી માટે વાલી જેમ સરકાર છે એમ શાળાઓ પણ સરકારની જ છે. જો કાયદાકીય રીતે કામ નહીં કરે તો વિદ્યાભારતી સામે કાયદાકીય પગલાં ભરવાનો વિશ્વાસ વાલીને આપ્યો છે અને એમણે મારી ઉપર વિશ્વાસ મૂકી ઘરે ગયા છે. એટલે હું વાલીનો વિશ્વાસ નહીં તૂટવા દઉં.
વિદ્યાર્થીને કેવા ટોણા મારી માનસિક ત્રાસ આપતો હતો?
કેવી રીતે માનસિક ત્રાસ આપ્યો?
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.