તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ ઉંઘતી ઝડપાઈ:સુરતમાં માથાભારે સૂર્યા બંગાળીએ ફાર્મ હાઉસમાં જન્મદિવસની કરેલી ઉજવણીનો વીડિયો વાઈરલ

સુરત2 મહિનો પહેલા
ગીતોના તાલે અને ફટાકડાના ધડાકા વચ્ચે ઉજવણી કરી હતી. - Divya Bhaskar
ગીતોના તાલે અને ફટાકડાના ધડાકા વચ્ચે ઉજવણી કરી હતી.
  • મ્યૂઝિક પાર્ટી સાથે ફાર્મ હાઉસમાં ભીડ એકઠી કરી
  • જન્મદિવસની પાર્ટીમાં માસ્ક વગર ટોળા એકઠા થયા

સુરતમાં ફાર્મ હાઉસમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાની જન્મદિવસની પાર્ટીના વીડિયો વાઈરલ થયા બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સુરત શહેરમાં માથાભારેની ઓળખ ધરાવતા સૂર્યા બંગાળીએ શહેરના છેવાડે આવેલા ફાર્મ હાઉસમાં જન્મદિવસની પાર્ટી કરી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. સુરત જિલ્લાનો આ બીજો વીડિયો વાઈરલ થયો છે. જોકે, પોલીસ સામે સવાલો ઉભા થયા છે.

પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
સુરત શહેરના ગોપીપુરા વિસ્તારના માથાભારે સૂર્યા બંગાળીએ જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગોપીપુરામાં રાયચંદ દીપચંદ સ્કૂલ પાસે અડ્ડો જમાવી ટપોરીગીરી કરતા સૂર્યા બંગાળીએ ક્રિસમસના દિવસે પોતાનો જન્મદિવસ શહેરના છેવાડાના ફાર્મ હાઉસમાં ઉજવ્યો હતો. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી. ભારે ભીડ વચ્ચે સૂર્યા બંગાળીના સાગરીતોએ ડીજેના તાલે ઝૂમવા સાથે ફટાકડા પણ ફોડ્યા હતા. મોડીરાત્રે થયેલી આ પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સનો પણ ભંગ થયો હતો. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલો આ વીડિયો ઓલપાડના ફાર્મ હાઉસનો હોવાની ચર્ચા છે.

માથાભારે સૂર્યા બંગાળીની ફાઈલ તસવીર.
માથાભારે સૂર્યા બંગાળીની ફાઈલ તસવીર.

બે વર્ષ પહેલા પણ જાહેરમાં ઉજવણી કરી હતી
બે વર્ષ પહેલાં સૂર્યાએ જન્મદિવસની ઉજવણીમાં મધરાત્રે ડીજે તથા ઢોલ-નગારાની ધામધૂમ વચ્ચે જાહેર માર્ગ પર કેપ કાપી તમાશો કર્યો હતો. જે વીડિયો વાઈરલ થતા અઠવા પોલીસે ગુનો નોંધી સૂર્યા આણી મંડળીની અટકાયત કરી હતી. તેના જન્મદિવસની ઊજવણીમાં તેના સમર્થકો દ્વારા 101 કિલોની કેક કાપવામાં આવી હતી.

પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા
અલ્પેશ કથીરિયાની વાઈલ વીડિયો મારલે મામલે ડીવાયએસપી ઉષા રાડા દ્વારા ચાર જેટલા પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે આ ઘટના માત્ર 48 કલાકમાં જિલ્લા પોલીસની હદમાં ફરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે હવે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો