તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગાઈડલાઈન્સ ભંગ:સુરતના સચિનમાં જાહેર રોડ પર તલવારથી કેક કાપતા બર્થ-ડે બોય સહિત 7 ઝડપાયા

સુરત7 મહિનો પહેલા
જાહેરમાં જન્મદિવસની તલવારથી કેક કાપી ઊજવણી. - Divya Bhaskar
જાહેરમાં જન્મદિવસની તલવારથી કેક કાપી ઊજવણી.
  • નારેબાજી વચ્ચે તલવારથી કાપી કેક કટિંગ કરી
  • જાહેરમાં રેલી કાઢી જન્મદિવસની ઊજવણી કરી

મિત્રો અને સંબંધીઓ સાથે જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણી કરવામાં સચીન જીઆઇડીસી પોલીસે બર્થ-ડે બોય સહિત સાત જણા સામે કાર્યવાહી કરી છે. વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો પછી પોલીસે કાર્યવાહી કરી છે.

જન્મદિવસની ઊજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.
જન્મદિવસની ઊજવણીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સચીન ઉન સંજર નગર સોસાયટીમાં રહેતા મોહસીન નુરમોહમદ શેખનો જન્મ દિવસ હોવાથી શનિવારે મોડીરાત્રે મિત્રો અને સંબંધીઓ સાથે જાહેર રોડ પર જન્મ દિવસની ઉજવણી કરવા ટોળામાં એકત્ર થયા હતા. આ દરમિયાન જન્મ દિવસની કેક મોહસીને તલવારથી કાપી હતી. આ વિડીયો સોસીયલ મીડિયા પર ફરતો થયો હતો. વિડીયોના આધારે સચીન જીઆઇડીસી પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે. જેના આધારે પોલીસે બર્થ-ડે બોય મોહસીને નુરમહંમદ શેખ, નુરમહંમદ હાકીમ શેખ, મીર નુરમહંમદ શેખ, સાગર ભીમરાવ સાલુંકે, એજાજ આઝમઅલી શાહ, ઉમેશ દેવીદાસ ગાયકવાડ અને મકસુદ મહેમુદ શેખ(તમામ રહે,સંજરનગર,ઉનગામ,સચીન)ની ધરપકડ કરી છે.

સત્તાધારી પક્ષના નેતાઓ પણ ટોળા કરી સરેઆમ નિયમોનું ઉલ્લંઘન કરી રહયા છે, આ બાબતનો વિડીયો પોલીસ પાસે હોય છતાં કાર્યવાહી કરવામાં સુરત પોલીસના હાથ ધુજી રહયા હોય એવુ લાગે છે. બાકી સામાન્ય જનતાનો વિડીયો વાયરલ થયો હોય તો પોલીસ ફટાફટ કાર્યવાહી કરી દેતી હોય છે. ત્યારે પોલીસની આ ભેદભાવયુક્ત કામગીરીને પગલે પ્રજામાં પોલીસની કામગીરીની ચારે બાજુથી ટીકા થઈ રહી છે.

કોરોના ગાઈડલાઇન્સને નેવે મૂકીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી
સુરતમાં જાહેરમાં જન્મ દિવસની ઉજવણી ન કરવાનું પોલીસ કમિશનરનું જાહેરનામું છે. જ્યારે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોઈ પણ પ્રસંગ જાહેરમાં ન ઊજવવાની સાથે સરકારની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જોકે આ ગાઈડલાઇનનું પાલન કરવામાં સુરત પોલીસ અને તંત્ર નિષ્ફળ ગયું તેવા વીડિયો સતત સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. સુરતના સચિન વિસ્તારનોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક ઈસમ પોતાનો જન્મદિવસ જાહેરનામાનો ભંગ કરવાની સાથે કોરોના ગાઈડલાઇન્સને નેવે મૂકીને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરે છે.

રેલી કાઢી કોરોના ગાઈડલાઈન્સના લીરેલીરા ઉડાવ્યા.
રેલી કાઢી કોરોના ગાઈડલાઈન્સના લીરેલીરા ઉડાવ્યા.

પોલીસ કમિશનરનું જાહેરનામુ અને રાત્રિ કર્ફ્યૂનો ભંગ
વાઈરલ વીડિયોમાં ઈસમ તલવાર વડે કેક કાપી હતી. જેમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર કરી રેલી પણ કાઢી હતી. આ સાથે નારા પણ લાગ્યા હતા. સચિન વિસ્તાર જાહેરમાં જન્મદિવસની ઊજવણી સાથે સાથે રાત્રિ કર્ફ્યૂનો ભંગ અને કોરોના વાઈરસની ગાઇડલાઇનનો ભંગ કર્યો છે. થોડી દિવસોથી કોરોના ગાઈડલાઈન્સના ભંગના વાઈરલ થયતા વીડિયોના કારણે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે.