શહેર સહિત દેશમાં લોકડાઉન 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. લોકડાઉનનો કડક અમલ પણ કરાવાઈ રહ્યો છે. સાથે સાથે બહાર નીકળતા લોકો અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા લોકોને દંડ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સલાબતપુરા મચ્છી માર્કેટમાં મહિલાને ઉઠક બેઠક કરાવતો વીડિયો વાઇરલ થયો છે. લોકડાઉનના ભંગ બદલ સજા કરાઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. વીડિયો વાઇરલ થયા બાદ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 22મી સુધી કર્ફ્યુ પણ જાહેર કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.