તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગાઇડલાઇન્સ ભંગ:સુરતમાં કર્ફ્યૂ વચ્ચે પાસ નેતા અલ્પેશ કથીરિયાના જન્મદિનની ઉજવણીનો વિડિયો થયો વાઇરલ, પોલીસે અલ્પેશ સહિત 6ની અટકાયત કરી

સુરત4 મહિનો પહેલા
અલ્પેશ કથીરિયાને સમર્થકોએ ખભા પર બેસાડી લીધો. - Divya Bhaskar
અલ્પેશ કથીરિયાને સમર્થકોએ ખભા પર બેસાડી લીધો.
  • કોસમડી ગામના સહજાનંદ ફાર્મ હાઉસમાં ડાયરા સાથે ડીજે-જમણવાર સહિતની પાર્ટીનું આયોજન હતું
  • કામરેજ વિસ્તારના 3 કોન્સ્ટેબલ અને ASIને સસ્પેન્ડ કરવાની તજવીજ ચાલુઃ DYSP ઉષા રાડા

દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થતાં રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફ્યૂ છે. જોકે હજુ પણ લોકો સાથે નેતાઓ કોરોના ગાઈડલાઈન્સનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે સુરતમાં કર્ફ્યૂ વચ્ચે પાસ નેતા અલ્પેશ કથીરિયાના જન્મદિનની ઉજવણીનો વિડિયો વાઈરલ થયો છે, જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ કોરોના ગાઈડલાઈન્સ, સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન, માસ્ક પણ ન પહેર્યાં હોવાનું નજરે પડે છે. આ વિડિયો વાઈરલ થયા બાદ પોલીસે અલ્પેશ કથીરિયાની તેના ઘરેથી અટકાયત કરી છે. આ સાથે અન્ય પાંચની પણ કામરેજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સનું ખુલ્લેઆમ ભંગ, મોટા ભાગના લોકો માસ્ક વિના નજરે પડ્યા.
ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સનું ખુલ્લેઆમ ભંગ, મોટા ભાગના લોકો માસ્ક વિના નજરે પડ્યા.

સુરત જિલ્લાના કોસમડી ગામ ખાતે આવેલા સહજાનંદ ફાર્મમાં ગત રાત્રે કર્ફ્યૂ વચ્ચે પાસ નેતા અલ્પેશ કથીરિયાના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાર્મ હાઉસમાં ડાયરા સાથે ડીજે- જમણવાર સહિતની પાર્ટી કરવામાં આવી હતી, જેમાં અલ્પેશ કથીરિયાને સમર્થકોએ ખભા પર બેસાડી લીધો હતો. આ સાથે સોશિયલ ડિસ્ટન્સનું ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. આ સાથે હાજર રહેલા મોટા ભાગના લોકો માસ્ક વિના નજરે પડ્યા હતા. આ સમગ્ર કિસ્સાના વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.

અલ્પેશે ડાયરાના સ્ટેજ પરથી જય સરદારના નારા લગાવ્યા.
અલ્પેશે ડાયરાના સ્ટેજ પરથી જય સરદારના નારા લગાવ્યા.

કામરેજ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી
અલ્પેશ કથીરિયાના જન્મદિવસની ઉજવણીના વિડિયો વાઈરલ થયા બાદ કામરેજ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અલ્પેશ કથીરિયાની તેના ઘરેથી અટકાયત કરવામાં આવી છે. આ સાથે ફાર્મના માલિક ડી.એમ બુટાણી ધાર્મિક માલવિયા, સંજય માવાણી, નિકુંજ કાકડિયા, નિલેશ કુંભાણીની પણ કામરેજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે માસ્ક પણ પહેર્યાં ન હતાં.
સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે માસ્ક પણ પહેર્યાં ન હતાં.

3 કોન્સ્ટેબલ અને એએસઆઈને સસ્પેન્ડ કરવાની તજવીજ
ઉષા રાડા(ડીવાયએસપી, સુરત જિલ્લા)એ જણાવ્યું હતું કે કોસમડી ગામ ખાતે આવેલા સહજાનંદ ફાર્મમાં ગત રાત્રે આ પાર્ટી થઈ હતી, જેમાં અલ્પેશ કથીરિયા, ફાર્મના માલિક સહિત 6ની અટકાયત કરી છે. કોરોનાને કારણે પોલીસ દ્વારા જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. જોકે આવી રીતે કોઈ પાર્ટી કરવામાં આવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. 3 કોન્સ્ટેબલ અને એએસઆઈને સસ્પેન્ડ કરવાની તજવીજ ચાલુ છે.

CR પાટીલ માસ્ક વગર વધુ એક વખત મંચ પર દેખાયા
CR પાટીલ માસ્ક વગર વધુ એક વખત મંચ પર દેખાયા

કાયદા બધા માટે સરખા હોવા જોઇએ, સીઆર હોય કે બીજુ કોઈ
કોરોનાના કેસ અટકવાનું નામ લેતા નથી, રોજ કેસો વધી રહ્યા છે છતાં પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને કોરોના બાબતે કોઈ ગંભીરતા દેખાતી નથી. તેમના કાર્યક્રમોમાં પણ સોશિયલ ડિસ્ટન્ટિંગના લીરે લીરા ઉડતા દેખાય છે. છતાં પોલીસ દ્વારા આજદિન સુધી તેમની સામે કોરોના ગાઈડલાઈન તેમજ જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો નથી. શું સી.આર.પાટીલ કાયદાથી પણ ઉપર છે? શું રાજ્યમાં તેમની ભાજપ સરકાર છે એટલા માટે તેમની સામે પગલા લેવાતા નથી? કે પછી કાયદો વ્યવસ્થાનું પાલન કરનાર અધિકારીઓ તેમનાથી ડરી રહ્યા છે? તેઓ પોતે જ કાયદાનો ભંગ કરશે તો તેમના સમર્થકો પાસે શું અપેક્ષા રાખવી? જેના કારણે પ્રજા અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણના બનાવો વધી રહ્યા છે. ત્યારે સી.આર.પાટીલને ભગવાન સદબુધ્ધિ આપ.

સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને વકીલો સાથે એક દિવસ પહેલા પેજ સમિતિનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટાભાગના માસ્ક પહેર્યા વગરના જોવા મળ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો