તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીમાં સરકારે ગાઇડલાઇન બહાર પાડી લોકોને તેનું પાલન કરવાની અપીલ કરી છે ત્યારે આ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનારા સામાન્ય લોકોને સરકારી અધિકારીઓ અથવા પોલીસ દંડ પણ ફટકારે છે પરંતુ નેતાઓ માટે જાણે કોઇ નિયમ જ ન હોય તેવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. ત્યારે સુરતના ધારાસભ્યની હાજરીમાં ડભોલી વિસ્તારમાં પાણી-ગટર લાઇનના ખાતમુહૂર્તમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે.
પોલીસ અને સરકારને ખુલ્લી ચેલેન્જ આપતા હોવાનો વીડિયો વાઈરલ
કોરોના મહામારી દરમિયાન સરકારી અધિકારીઓથી લઇ નેતાઓ અને ધારાસભ્યો ખુલ્લેઆમ સરકારી ગાઇડલાઇનનાં ધજાગરા ઉડાવે છે. નેતાઓ પોતાની બર્થ-ડે પાર્ટીથી લઇ લગ્ન સમારંભોનું આયોજન કરે છે અને જાણે તેઓએ કોરોનાનાં સંક્રમણને ફેલાવવાનું પ્રણ લીધું હોય તેમ મોટી સંખ્યમાં ભીડ એકઠી કરે છે અને પોલીસ અને સરકારને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેમ વર્તન પણ કરતા હોય છે ત્યારે આવા કિસ્સામાં હવે સુરતમાં કતારગામ વિધાનસભાના ઘારાસભ્ય વિનુ મોરડીયા પણ સામેલ થઈ ગયા છે. ડભોલી ખાતે પાણી-ગટર લાઇનના ખાતમુહૂર્તમાં કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડીયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હોવાનો વીડિયો વાઈરલ થયો છે.
વીડિયો વાઈરલ થયા બાદ લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે
વાઈરલ થયેલા વીડિયોમાં લોકો કહે છે કે, જાહેરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. માસ્કના નામે ડભોલી બ્રીજ પાસે મસમોટો દંડના ઉઘરાણા કરતી સીંગણપોર પોલીસ શું ઘારાસભ્ય પર કાર્યવાહી કરશે..? વીડિયો વાઈરલ થયા બાદ લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે, સામાન્ય લોકો સામે કાર્યવાહી થાય છે ત્યારે આ નેતાઓ સામે કાર્યવાહી થશે? આ વીડિયોમાં નાની બાળકો પણ નજરે પડી રહી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.