તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈરલ:સુરતના સરથાણા સોસાયટીના ગેટ પર ઉભેલા યુવકને માથાભારે શખ્સોએ માર માર્યાનો વીડિયો સામે આવ્યો

સુરત2 મહિનો પહેલા
યુવકને ગડદા પાટુનો મારમાર્યો હતો.
  • કોઈ જ કારણ વગર સોસાયટીના ગેટ ઉપર ઉભેલા યુવકને ઢોરમાર મરાયો

સુરતમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. સરથાણા વિસ્તારમાં સોશિયલ મીડિયામાં યુવકને ઢોર માર મારતો વીડિયો વાઈરલ થયો છે. યુવક તેની ગાડી ઉપર સોસાયટીના ગેટ ઉપર બેઠો હતો, તે સમયે રિક્ષા લઈને આવેલો એક યુવક તેની પાસે આવે છે. તેને એકાએક ઉગ્ર બોલાચાલી કરીને તેને માર મારવાનું શરૂ કર્યું હતું. યુવકને ગાડી પરથી નીચે પટકીને ગેટ પાસે જ મારવાનું શરૂ કરે છે. એટલું જાણે પૂરતું ન હોય તેમ ગેટ પાસે બેસેલા એક વૃદ્ધના હાથમાંથી લાકડી છૂટવીને તેને ફરી મારવાનો પ્રયાસ કરે છે.

યુવકના બાઈકને પણ રિક્ષામાં આવેલા યુવકોએ પાડી દઈ નૂકસાન કર્યું હતું
યુવકના બાઈકને પણ રિક્ષામાં આવેલા યુવકોએ પાડી દઈ નૂકસાન કર્યું હતું

લુખ્ખા તત્વોથી સ્થાનિકો પરેશાન
યુવકને લુખ્ખા તત્વો દ્વારા માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. યુવક પાસે લુખ્ખા તત્વો આવે છે અને એકાએક મારવાનું શરૂ કરી દે છે તે તમામ ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઇને હવે સરથાણા પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું છે. સ્થાનિક રહેવાસીઓના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં લુખ્ખા તત્વો સ્થાનિક લોકોને હેરાન કરી રહ્યા છે.

યુવકની સાથે ઉગ્ર વાતચીત કરી માર માર્યો હતો.
યુવકની સાથે ઉગ્ર વાતચીત કરી માર માર્યો હતો.

રિક્ષામાં ફરતા તત્વોનો ત્રાસ વધ્યો
બેખૌફ બનીને આ લુખ્ખા તત્વો સરથાણા વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે. કાયદાનો કોઇ પણ પ્રકારનો ભય ન હોય તેવું તેમને જોતા લાગે છે.યુવકને કયા કારણસર માર મારવામાં આવ્યો છે.આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી રિક્ષામાં ફરતા કેટલાક લુખ્ખા તત્વો સ્થાનિક લોકોને હેરાન કરી રહ્યા છે. એક પ્રકારે આ વિસ્તારમાં રૌફ જમાવવાનો પ્રયાસ અસામાજિક તત્વો દ્વારા શરૂ કર્યો હોય તેવું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...