તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઇરલ બાદ કાર્યવાહી:છૂટા હાથે અને વગર માસ્કે બાઇક સ્ટન્ટ કરતી યુવતીનો વીડિયો વાઇરલ, પોલીસે અટકાયત કરી, બારડોલીથી સ્ટન્ટના વીડિયો બનાવવા સુરત આવતી

સુરત6 મહિનો પહેલા
સ્ટન્ટ કરતી યુવતીનો વીડિયો વાઇરલ થવા સાથે માસ્ક નહીં પહેરવાને લઈને સુરત પોલીસે આ યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે અટકાયત કરી છે.
  • યુવતી બારડોલીથી બાઇક સ્ટન્ટના વીડિયો ઉતારવા સુરતના ડુમસ રોડ પર આવતી હતી
  • યુવતી બાઇક સ્ટન્ટના વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કરતી, 3.27 લાખ ફોલોઅર્સ છે

સુરતમાં રસ્તા પર યુવાનો પોતાની બાઇક દ્વારા સ્ટન્ટ કરી રસ્તા પરથી જતા લોકોના જીવ જોખમ મૂકતા હોય છે, ત્યારે બારડોલીથી બાઈક સ્ટન્ટના વીડિયો બનાવવા માટે સુરતના ડુમસ રોડ પર આવીને સ્ટન્ટ કરતી યુવતીનો વીડિયો વાઇરલ થયો છે, જેમાં છૂટા હાથે બાઈક ચલાવવી અને માસ્ક નહીં પહેરવાને લઈને સુરત પોલીસે સંજના ઉર્ફે પ્રિન્સી પ્રસાદ નામની યુવતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે અટકાયત કરી છે. આ યુવતી સોશિયલ મીડિયામાં પોતાના સ્ટન્ટના વીડિયો અપલોડ કરતી હતી.

યુવતી રોડ પર લોકોના જીવ જોખમમાં મુકાય એ રીતે સ્ટન્ટ કરતી હતી.
યુવતી રોડ પર લોકોના જીવ જોખમમાં મુકાય એ રીતે સ્ટન્ટ કરતી હતી.

યુવતી કેટીએમ સ્પોર્ટ્સ બાઇક પર સ્ટન્ટ કરતી હતી
સુરતના રસ્તા પર યુવાનો બાઈક પર સ્ટન્ટ કરી પોતાની સાથે રસ્તા પસાર થતા લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે, ત્યારે બે દિવસ પહેલાં જિલ્લાની બ્રિજ પર આવા સ્ટન્ટ કરતો વીડિયો વાઈરલ થયા બાદ ડુમસ રોડ પર પણ એક બાઈક પર યુવતી વગર માસ્કે સ્ટન્ટ કરતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. તે સુરતના ડુમસ રોડ પર કેટીએમ સ્પોર્ટ્સ બાઇક પર માસ્ક પહેર્યા વગર છૂટા હાથે હંકારી સ્ટન્ટ કરતી હતી. વીડિયોમાં લાઇટ કલરનું જીન્સ, ટી-શર્ટ અને રેડ કલરનું જેકેટ પહેરેલી યુવતી માસ્ક પહેર્યા વગર છુટા હાથે બિનધાસ્તપણે સ્પીડમાં કેટીએમ બાઇક હંકારતા નજરે પડી રહી હતી. વીડિયોમાં વીઆર મોલ અને તેની આજુબાજુનો વિસ્તાર નજરે પડી રહ્યો હતો.

યુવતી સોશિયલ મીડિયામાં પોતાના સ્ટન્ટના વીડિયો અપલોડ કરતી હતી.
યુવતી સોશિયલ મીડિયામાં પોતાના સ્ટન્ટના વીડિયો અપલોડ કરતી હતી.

પોલીસે બાઈકના નંબર આધારે યુવતીને શોધી
યુવતીનો સ્ટન્ટ કરતો વીડિયો કોઇક શહેરીજને પોલીસ કંટ્રોલ રૂમમાં મોકલાવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમને મળતાં આ વીડિયો ઉમરા પોલીસને આપવામાં આવ્યો હતો. પોલીસે કેટીએમ બાઇકના નં. GJ-22-L-9378ના આધારે તપાસ હાથ ધરી હતી. માલિક મોહંમદ બિલાલ રસુલભાઇ ઘાંચી હોવાનું સામે આવતાં પોલીસે તેમનો સંપર્ક કર્યો હતો. મોહંમદ બિલાલે પોતાની બાઇક ડુમસ રોડ પર વીઆર મોલ ખાતે સંજના ઉર્ફે પ્રિન્સી ચંદ્રકિશોર પ્રસાદને ફોટોગ્રાફી અને રાઇડિંગ માટે આપી હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે આ યુવતીને શોધી કાઢી હતી.

યુવતીનું સોશિયલ મીડિયા લક્ઝુરિયસ બાઇક સાથેના ફોટોથી ભરાયેલું છે.
યુવતીનું સોશિયલ મીડિયા લક્ઝુરિયસ બાઇક સાથેના ફોટોથી ભરાયેલું છે.

યુવતી બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે
સંજના ઉર્ફે પ્રિન્સીએ માસ્ક પહેર્યા વિના બાઇક રાઇડિંગ કરવા બદલ એપેડમિક ડિઝીઝ એક્ટ અને લોકોની જિંદગી ભયમાં મૂકવા બદલ ગુનો નોંધી અટકાયત કરી છે. જોકે યુવતીની પૂછપરછ દરમિયાન તે બારડોલીની રહેવાસી અને કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હોવાનું જણાવ્યું હતું.

યુવતી માસ્ક પહેર્યા વગર છૂટા હાથે બિનધાસ્તપણે સ્પીડમાં કેટીએમ બાઇક હંકારતી નજરે પડી રહી હતી.
યુવતી માસ્ક પહેર્યા વગર છૂટા હાથે બિનધાસ્તપણે સ્પીડમાં કેટીએમ બાઇક હંકારતી નજરે પડી રહી હતી.

યુવતીના સોશિયલ મીડિયામાં 3.27 લાખ ફોલોઅર્સ
સંજના ઉર્ફે પ્રિન્સીના સોશિયલ મીડિયા પર 3.27 લાખ ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર સંજનાએ પાંચથી છ આઇડી બનાવ્યાં છે, જે પૈકી એક આઇડીમાં 513 પોસ્ટ અપલોડ કરી છે. આ 513 પોસ્ટ પૈકી 80 ટકાથી વધુ પોસ્ટ કેટીએમ, બુલેટ સહિતની બાઇક પર રાઇડિંગ કરતો વીડિયો, કાર ડ્રાઇવ સહિતના વીડિયો છે. આશ્ચર્યની બાબત એ છે કે સંજના વીડિયો ઉતારવા માટે છેક બારડોલીથી ડુમસ રોડ પર આવતી હતી.

513 પોસ્ટ પૈકી 80 ટકાથી વધુ પોસ્ટ કેટીએમ, બુલેટ સહિતની બાઇક પર રાઇડિંગ કરતા વીડિયો, કાર ડ્રાઇવ સહિતના વીડિયો છે.
513 પોસ્ટ પૈકી 80 ટકાથી વધુ પોસ્ટ કેટીએમ, બુલેટ સહિતની બાઇક પર રાઇડિંગ કરતા વીડિયો, કાર ડ્રાઇવ સહિતના વીડિયો છે.